તુર્કીમાં આવેલા ભૂકંપમાં ભારતે કરેલી મદદ માટે તુર્કીના રાજદૂતે ભારતનો માન્યો આભાર
- તુર્કીના રાજદૂતે ભારતનો આભાર માન્યો
- ભૂકંપ બાદ ભારત તુર્કીની મદદે આવ્યું હતું
દિલ્હીઃ- આ મહિનામાં તુર્કીએ આવેલા ભૂકંપે તબાહી મચાવી હતી,જેને લઈને હજારો લોકોના જીવ ગયા હતા ત્યારે આવી કપરી સ્થિતિમાં ભારતે તુર્કીની મદદ કરી હતી અને રાહત સામગ્રીઓ મોકલાવી હતી સાથે જ ડોક્ટરની ટિમ પણ ભારતે રવાના કરી હતી જેનો તુર્કીએ ખૂબ આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 44 હજારને પાર કરી ગયો છે.
ત્યારે હવે તુર્કીના રાજદૂતે પણ ભારતે કરેલી મદદ બદલ ભારતને થેક્યું કહ્યું છે.ભારત સરકારે તુર્કીને ‘ઓપરેશન દોસ્ત’ શરૂ કર્યું. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ભારતીય સેનાની ટીમોએ ભૂકંપગ્રસ્ત દેશમાં ચોવીસ કલાક કામ કર્યું હતું. તે જ સમયે, ભારતમાં તુર્કીના રાજદૂત ફિરત સુનેલે તેના યોગદાન માટે ભારતનો આભાર માન્યો છે અને મદદને પ્રશંસનીય ગણાવી છે.તુર્કી અને સીરિયામાં રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરનારા દેશોમાં ભારત એક છે.એનડીઆરએફની આઠમી બટાલિયનની ટીમ શુક્રવારે ગાઝિયાબાદ પરત ફરી છે.
Like the Government of India, the big-hearted Indian people have also joined hands to help those in need in the earthquake region. We truly appreciate all of you for your valuable help. 🧡🤍💚#TurkiyeQuakes#VasudhaivaKutumbakam
🇹🇷❤️🇮🇳@anadoluagency @MFATurkiye @MEAIndia pic.twitter.com/ailLgXeWu7— Fırat Sunel फिरात सुनेल فرات صونال (@firatsunel) February 20, 2023