Site icon Revoi.in

મોબાઈલ ઉપર આવતા નકામા ફોન કોલને આ ટેકનિકથી કરો બંધ

Social Share

આપણે જ્યારે કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે કસ્ટમર કેર અથવા ટેલીમાર્કેટિંગ કંપનીઓના વારંવાર ફોન આવે છે. તેમજ નકામા મેસેજ આવે છે. જેથી આપણે પરેશાન થઈ જઈએ છીએ. ત્યારે હવે સવાલ એ થાય કે, આવા નહીં પસંદ ફોન કોલ અને મેસેજને કેવી રીતે બ્લોક કરવો. હવે સરળતાથી આવા ફોન કોલ અને મેસેજ બંધ કરી શકાશે.

પોતાના મોબાઈલના ફોન એપને ઓપન કરો અને તેમાં રિસેન્ટ કોલ ઓપ્શનમાં જાવ, કોલ લિસ્ટમાં એ નંબરને પસંદ કરો જેને આપ બ્લોક-સ્પેમ માર્ક કરવા માંગતા હોવ, તે વછી બ્લોક-સ્પેમ માર્કને વિકલ્પ તરીકે પસંદ કરો. તે બાદ સ્પેમ નંબર બ્લોક થઈ જશે. તેમજ ભવિષ્યમાં તમને આ નંબર ઉપરથી કોઈ કોલ નહીં આવે.

કોઈ પણ મોબાઈલ કંપનીના નંબર ઉપર આવતા સ્પેમ કોલને સરળતાથી બ્લોક કરી શકાય છે. સ્પેમ કોલ બ્લેક કરવાની બે રીત છે. જેમાં પ્રથમ એસએમએસ અને બીજી કોલિંગ. આપ આપના મોબાઈલ ફોન ઉપર આવતા ફાલતુ કોલથી પરેશાન થઈ ગયા છો સૌથી પહેલા મેસેજિંગ એપમાં જાવ. અહીં સ્ટાર્ટ 0 ટાઈપ કરીને 1909 ઉપર સેન્ડ કરી દો. આ બાદ તમારા નંબર ઉપર સ્પેમ કોલ નહીં આવે.

આપ કોલ કરીને પણ ફોન ઉપર આવતા સ્પેમ કોલને બ્લોક કરી શકો છે. સ્પેમ કોલને બ્લોક કરવા માટે ફોનમાં 1909 પર કોલ કરો. ત્યાર બાદ ફોન ઉપર મળતી સુચનોનું પાલન કરીને ડૂ નોટ ડિસ્ટર્બને એક્ટિવ કરી દો.