- શાહીર કપૂર- રુચિકા કપુરને ત્યા કિલકારીઓ ગુંજી
- પત્ની રુચિઆઓ આપ્યો દિકરીને જન્મ
- શાહીર-રુચિકા બન્યા માતા-પિતા
મુંબઈઃ- ટીવી એક્ટર શાહીદ કપૂરના ફેન્સ ફોલોઅર્સની સંખ્યા ઘણી જોવા મળે છે તેણે ‘મહાભારત’ અને ‘યે રીશ્તે હે પ્યાર કે’થી ઘર ઘરમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે,ત્યારે શાહીરના ફેન્સ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે શાહીર કપૂરની પત્નિ રુચિકાએ તાજેતરમાં દિકરીને જન્મ આપ્યો છે,શાહીર અને રુચિકા માતા પિતા બન્યા છે, સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાની સાથે જ લોકો તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
આ કપલે થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બેબી શાવરના ફોટો શેર કર્યા હતા અને કહ્યું હતું કે ટૂંક સમયમાં જ તેમના ઘરમાં કીલકારીઓ ગુંજવાની છે, ત્યારબાદ ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું.
જો કે અત્યાર સુધી શાહીર અને રુચિકાએ બાળકના જન્મ અંગે સત્તાવાર રીતે માહિતી આપી નથી. અંગ્રેજી વેબસાઇટ બોલીવુડ લાઇફે આપેલી માહિતી પ્રમાણે રૂચિકાએ 10 સપ્ટેમ્બરે પુત્રીને જન્મ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વિતેલા મહિને, શાહિરે રૂચિકા માટે બેબી શાવરનું આયોજન કર્યું હતું. જ્યાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. એકતા કપૂર, ક્રિસ્ટલ ડિસોઝા અને રિદ્ધિ ડોગરા સહિત અન્ય સ્ટાર્સ આ પાર્ટીમાં પહોંચ્યા હતા.
શાહીર અને રુચિકાએ નવેમ્બર 2020 માં કોર્ટ મેરેજ કર્યા હતા. તે પછી, શાહીર રુચિકા સાથે જમ્મુમાં તેના માતાપિતા પાસે પહોંચ્યો અને તેમના આશીર્વાદ લીધા. બાદમાં, રુચિકાના પરિવારે મુંબઈમાં એક નાની સેરેમનીનું આયોજન કર્યું હતું
જો શાહીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહીર ટૂંક સમયમાં ‘પવિત્ર રિશ્તા 2.0’ માં જોવા મળશે. આ સીરિયલ 15 નવેમ્બરથી ઝી 5 પર સ્ટ્રીમ થશે. આ પહેલા પણ તેણે અનેક હિટ શો આપ્યા છે જેમાં શાહીર શેખ ‘મહાભારત’, ‘યે રિશ્તે હૈં પ્યાર કે’, ‘ઝાંસી કી રાની’ અને ‘તેરી મેરી લવ સ્ટોરી’ સહિત ઘણી સિરિયલોનો ભાગ રહી ચૂક્યા છે. રુચિકા વિશે વાત કરીએ તો, તે એકતા કપૂરની બાલાજી પ્રોડક્શન ફિલ્મની વરિષ્ઠ ઉપાધ્યક્ષ છે.