- અંકીતા લોખંડે બિગબોસનો ભાગ નહી બને
- ઈન્સ્ટા પર પોસ્ટ શેર કરીને કહી આ વાત
મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી ટેલી અભિનેત્રી અંકિતા લોખંડે ચર્ચામાં જોવા મળી રહી છે,ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેને લઈને છેલ્લા કેટલાક સમયથી અટકળો કરવામાં આવી રહી હતી કે તે ‘બિગ બોસ 15’ માં ભાગ લેવા જઈ રહી છે. ચર્ચાઓ હતી કે રિયા ચક્રવર્તીનો પણ આ શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. હવે આવી સ્થિતિમાં અંકિતા લોખંડેએ તમામ અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે અને ખરેખરમાં ચાચી હકીકત પ્રસંશકો સામે લાવી છે.
અંકિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, તેણે કહ્યું કે તે બિગબોસમાં જોડાવાની છે તે એક માત્ર અફવા છે. આ સાથે, તેણે હેટર્સનેપમ ખરી ખોટી બરાબરની સંભળાવી છે. અંકિતાએ સ્પષ્ટ કર્યું કે તે ‘બિગ બોસ 15’ માં ભાગ લેશે નહીં. લોકોએ હકીકત જાણ્યા વિના તેને નફરત ભર્યા મેસેજ મોકલવાનું શરૂ કરી ગીધુ છે.
જાણો અંકિતા એ શું કહ્યું
અંકિતાએ તેની પોસ્ટ શેર કરતા લખ્યું છે કે ‘ તે મારા ધ્યાનમાં આવ્યું છે કે મીડિયાના એક વિભાગમાં એવી અટકળો કરવામાં આવી રહી છે કે આ વર્ષે હું ‘બિગ બોસ’ માં ભાગલેવા જઈ રહી છે. હું આ વસ્તુ શેર કરવા માંગું છું કે અને દરેક વ્યક્તિએ જાણવું જોઈએ અને નોંધ લેવી જોઈએ કે હું આ શોનો ભાગ બનવાની નથી. મારા શોમાં જવાની અફવાઓ પાયાવિહોણા છે.લોકો મને નફરત ભર્યા મેસેજ મોકલવામાં ખૂબ ઉતાવળ કરી રહ્યા છે, જ્યારે હું આ શોનો ભાગ જ નથી.