- આર્યન ખાન કેસને લઈને કામ્યા પંજાબી નારાજ
- ટ્વિટ કરીને આપી કંઈક આવી પ્રતિક્રિયા
મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી આર્યન ડ્રગ્સ કેસ ખૂબ ચર્તીત બન્યો ચે, બોલિવૂડ સ્ટાર્સ સહીત કેટલાક લોકો અભિનેતા શાહરુખ ખાનના સપોર્ટમાં આવ્યા છે,ત્યારે હવે ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ આ કેસમાં પ્રતિક્રીયા આપી છે.
શાહરૂખના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવાયા બાદ ટીવી અભિનેત્રી કામ્યાએ પોતાના નિવેદનમાં કહ્યું કે આ કેસમાં આર્યનનં હેરેસમેન્ટ કરવામાં આવીરહ્યું છે અને એકતરફી રાય છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને હજુ સુધી જામીન મળવાના બાકી છે. આ કેસમાં આર્યન ખાન છેલ્લા 13 દિવસથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ જોવા મળે છે.ઘણાી વખત તેની જમાનતને લઈને કાર્યવાહીઓ થી છે જોકે હજી સુધી જમાનત મળી નથી.
કામ્યા પંજાબી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી એક્ટ્રેસમાંથી એક છે અને દરરોજ કોઈને કોઈ બાબતે પોતાનો અભિપ્રાયો વ્યક્ત કરે છે. આ વખતે તેણે આર્યન ખાનના ફએવરમાં ટ્વિટ કર્યું છે અને આર્યનનેસપોર્ટ આપતી વખતે તેના જામીન નામંજૂર થવા પર પોતાની પ્રતિક્રિયા આપતા ન્યાય વ્યવસ્થા પર સવાદ ઊભા કર્યા છે.
કામ્યાએ ટ્વિટ કરીને લખ્યું છે કે – આપણા ન્યાયતંત્રને શું થયું છે? સામાન્ય લોકો આપણા ન્યાયતંત્રમાં વિશ્વાસ છે કારણ કે તેઓ તટસ્થ સંસ્થા છે અને તેથી પક્ષપાત ન થવો જોઇએ. આ હેરેસમેન્ટ અને એકતરફી અભિપ્રાય છે. પૂછપરછની અન્ય ઘણી બધી પદ્ધતિઓ છે, જેમ કે નજરકેદ વગેરે. તેને જેલમાં કેમ રાખવામાં આવે છે? # આર્યન ખાન.