Site icon Revoi.in

IPL પ્રસારણના ટીવી તથા ડિજિટલ રાઈટ્સ 44 હજાર કરોડથી વધુમાં વેચાયા

Social Share

દિલ્હીઃ- ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી પાંચ સીઝન એટલે કે 2023 થી 2027 માટે ભારતીય ખંડના ટીવી અને ડિજિટલ મીડિયા અધિકારો વેચવામાં આવી ચૂક્યા  છે.ન્ડિયન પ્રીમિયર લીગની 2023થી 2027 સીઝન માટે નવા બ્રોડકાસ્ટર મળી ગયા છે. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ બાબતે મળતી માહીતી મુજબ ભારતીય ઉપખંડમાં ટીવી પ્રસારણ અધિકારો સાથેના પેકેજ Aની પ્રતિ મેચ રૂ. 57.50 કરોડની સૌથી વધુ બોલી છે. સમાન પ્રદેશ માટે ડિજિટલ પ્રસારણના અધિકારો સાથે પેકેજ Bમાં મેચ દીઠ રૂ. 50 કરોડની સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી. આમ, પાંચ સિઝનમાં કુલ 410 મેચોના ટેલિવિઝન અધિકારો રૂ. 23,575માં અને ડિજિટલ અધિકાર રૂ. 20,500 કરોડમાં વેચાયા હતા. પેકેજ A અને Bના પ્રસારણ અધિકારોથી BCCIને રૂ. 44,075 કરોડની કમાણી થશે, જે છેલ્લી વખત એટલે કે 2017-22 કરતાં અઢી ગણી વધારે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ટીવી અને ડિજિટલ મીડિયા અધિકારો બે અલગ-અલગ મીડિયા કંપનીઓ દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે. આ કંપનીઓના નામ હજુ સત્તાવાર રીતે જાણવા મળ્યા નથી. હરાજી પ્રક્રિયા પૂરી થાય તે પહેલા IPL પેકેજના વિજેતાઓના નામની જાહેરાત કરી શકાતી નથી. 107. મેચ દીઠ રૂ. 5 કરોડની સંયુક્ત રકમે આઈપીએલને વિશ્વની સૌથી મોંઘી લીગની યાદીમાં સ્થાન આપ્યું છે.

જો સૂત્રોનું માનીએ તો, સોનીને ટીવીના અધિકારો મળ્યા છે, જ્યારે જિયોએ ડિજિટલ અધિકારો માટે સૌથી મોટી બોલી લગાવી છે. જો કે, અત્યાર સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI અને IPL તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નિયમો અનુસાર, IPLના પેકેજ A ના વિજેતાને પેકેજ B માટે સીધી બિડ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ટીવી અધિકારોના વિજેતા ડિજિટલ અધિકારો માટે લડવા માંગે છે કે કેમ તે જાણી શકાયું નથી.