Site icon Revoi.in

શીખ સમુદાયને હિંસા બાબતે ભડકાવવા બદલ બ્રિટનમાં ખાલસા ટીવીને 50 હજાર પાઉન્ડનો દંડ ફટકારાયો

Social Share

લંડનઃ-બ્રિટનમાં એક મીડિયાની દેખરેખ સંસ્થાએ  ખાલસા ટીવી પર દેશના શીખ સમુદાયને હિંસા અને આતંકવાદ માટે ઉશ્કેરવા, ભારતમાં હિંસક ઘટનાઓની હિમાયત કરવા અને પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના ફોટા બતાવવા બદલ રુપિયા 50 હજાર પાઉન્ડ નો દંડ ફટકાર્યો છે. દેશના શીખ સમુદાયને પરોક્ષ રીતે હિંસા અને આતંકવાદ માટે ઉશ્કેરવાના હેતુથી એક મ્યુઝિક વીડિયો અને પરિચર્ચા કાર્યક્રમ પ્રસારિત કરવા બદલ ખાલસા ટીવીને આ દંડ ફટકારવામાં આવ્યો છે.

યુકે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી ‘કમ્યુનિકેશન્સ ઓફિસ’ એ શુક્રવારે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો હતો, ફેબ્રુઆરી અને નવેમ્બર 2019 ની તપાસના પરિણામોના આધારે આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેટીવીએ તેની તપાસને લઈને ઓફિસનું નિવેદન પ્રસારિત કરવું જોઈએ અને આવા મ્યુઝિક વીડિયો અથવા ચર્ચા કાર્યક્રમનું પ્રસારણ ન કરવું જોઈએ.

વર્ષ 2018 મા ચાર, સાત અને નવ જુલાઇએ, કેટીવીએ ‘બગ્ગા અને શેરા’ ગીત માટે એક મ્યુઝિક વીડિયો પ્રસારિત કર્યો. તેની તપાસ પછી, કમ્યુનિકેશન્સ ઓફિસને જાણવા મળ્યું કે મ્યુઝિક વીડિયોમાં બ્રિટનમાં રહેતા શીખને હત્યા સહિતની હિંસા કરવા માટે સૂચવવામાં આવ્યું છે. કમ્યુનિકેશન્સ ઓફિસને જાણવા મળ્યું છે કે ટીવી પર આપવામાં આવતી સામગ્રી દર્શકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહી હતી, જે પ્રસારણના નિયમોનું ઉલ્લંઘન છે.

સંદેશાવ્યવહાર કચેરીએ આદેશમાં જણાવ્યું છે કે ઓફકોમે અમારા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ થવા બદલ ખાલસા ટેલિવિઝન લિમિટેડને 20 હજ પાઉન્ડ અને 30 હજાર પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. કેટીવી પર  20 હજારનો દંડ મ્યુઝિક વિડિઓથી સંબંધિત છે અને 30,000 ડોલર દંડની ચર્ચા કાર્યક્રમનો સંદર્ભ ફટકાર્યો છે.

સાહિન-