- પંજબમાં નવજોત સિદ્ધુને ઝટકો
- અમરિન્દર સિંહ બરાડ બન્યા નવા પ્રદેશાધ્યક્ષ
ચંદિગઢઃ- પંજાબમાં કોંગ્રેસે આ વખતે કારમી હાર મેળવી છે,તો બીજી તરફ પંજાબ કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલ જોવા મળી રહી છએ આવી સ્થિતિ વચ્ચે છેલ્લા ઘણા સમયથી નવજોત સિદ્ધુ વિવાદમાં જોવા મળ્યા હતા ત્યારે હવે કોંગ્રેસ પાર્ટીએ પંજાબમાં પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે અમરિંદર સિંહ બરાડને નિયુક્ત કર્યા છે.
પંજાબ કોંગ્રેસમાં પ્રતાપ સિંહ બાજવાને ધારાસભ્ય દળના નવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવજોત સિંહ સિદ્ધુ ચૂંટણી પહેલા પીસીસીના વડા હતા, જ્યારે ચરણજીત સિંહ ચન્ની રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા.
ઉલ્લેખનીય છે કે પંજાબમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના કહેવા પર તત્કાલિન પ્રદેશાધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુનું રાજીનામુ માગવામાં આવ્યું હતું ત્યારથી અત્યાર સુધી પંજાબ પ્રદેશાધ્યક્ષ પદ ખાલી પડ્યું હતું પરંતુ હવે કોંગ્રેસે આ પદ ભરી દીધું છે અને યૂથ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમરિન્દર સિંહ બરાડને પ્રદેશાધ્યક્ષ નિયુક્ત કરી દીધા છે. કોંગ્રેસ પાર્ટીએ PCC ચીફ માટે અમરિંદર સિંહ બરાડરના નામને મંજૂરી આપી દીધી છે.ઉલ્લેખનીય છે કેકોંગ્રેસે પ્રતાપસિંહ બાજવા ધારાસભ્ય દળના નેતા બનાવ્યાં છે. સિદ્ધુ અને પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્નીને કોઈ પદ સોંપાયું નથી.