Site icon Revoi.in

મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત ઘર પાસે સ્કોર્પિયો કારમાંથી 25 જિલેટીન સ્ટીક મળી

Social Share

મુંબઇના ગામદેવી પોલીસ સ્ટેશનની હદમાં ગઈકાલે સાંજે કાર્મિકેલ રોડ પર એક શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું. વાહન જોઇને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ બાદ વાહનની અંદરથી જિલેટીન મળી આવી છે. તે એક પ્રકારનું વિસ્ફોટક છે, પરંતુ તે હજી સુધી અસેંબલ નહોતું.જે જગ્યાએથી વિસ્ફોટકો મળી આવ્યા છે,ત્યાં જ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર નજીક છે. આ ઘટના બાદથી તેના ઘરની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ મુખ્યત્વે આ ધમકી આપવા માટે કામ કરવામાં આવ્યું છે. આ સાથે એક પત્ર પણ મળ્યો છે. સ્કોર્પિયો કારમાં જે નંબર વાપરવામાં આવ્યો,તે નંબરની ગાડીઓ મુકેશ અંબાણીની સુરક્ષામાં લાગી છે. મુંબઈ પોલીસને સાંજના પાંચ વાગ્યે પહેલી માહિતી મળી, ત્યારબાદ સ્થાનિક પોલીસ આવી ગઈ. બાદમાં કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ સ્થાનિક ડીસીપી અને એસીપી સાથે બોમ્બ નિકાલની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી

આ મામલે તપાસ કરવા ક્રાઇમ બ્રાંચની દસ ટીમો બનાવવામાં આવી છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી શંભૂરાજ દેસાઇએ આ કેસમાં કહ્યું હતું કે, જરૂરત પડવા પર મુકેશ અંબાણીના પરિવારની સુરક્ષા વધારવામાં આવશે. તો, મુંબઇ પોલીસના પીઆરઓએ જણાવ્યું કે, ‘ગામાદેવી પોલીસ સ્ટેશનની હદ હેઠળ કાર્મિકલ રોડ પર એક શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું, ત્યારબાદ બોમ્બ નિકાલની ટુકડી અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વાહનની તપાસ કરી. વાહનની અંદરથી વિસ્ફોટક સામગ્રીની જિલેટીન સ્ટીક મળી આવી હતી.

-દેવાંશી