Site icon Revoi.in

કોરોના મહામારીને પગલે અસંગઠીત ક્ષેત્રના 20 ટકા કામદારો હજુ બેકાર

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ અનલોકમાં ધીરે-ધીરે વેપાર-ધંધા શરૂ થયાં હતા. લોકડાઉનમાંથી તબકકાવાર મુકિતને છ મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં અસંગઠીત ક્ષેત્રના 20 ટકા કામદારો હજુ બેકાર હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં ઓકટોબરથી ડીસેમ્બરના સમય ગાળામાં જીવન નિર્વાહની હાલત સંબંધી આ સર્વેમાં એવુ બહાર આવ્યુ છે કે 20 ટકા અસંગઠીત કામદારો હજુ બેકાર છે. અનલોકનાં દોરમાં આર્થિક ગતિવિધી વધી છે અને આર્થિક રીકવરી હોવા છતાં લોકડાઉન વખતે બેકાર બનેલા તમામ લોકોને હજુ કામ મળ્યુ નથી. શહેરોમાં હાલત વધુ ખરાબ છે. એટલુ જ નહિં પુરૂષની સરખામણીએ મહિલાઓમાં બેરોજગારીની હાલત વધુ કફોડી છે. કોરોના લોકડાઉનના આર્થિક ફટકા-આઘાતમાંથી હજુ સ્થિતિ સંપૂર્ણપણે નોર્મલ થઈ નથી. કામદારોને એક દિવસનું કામ મળ્યુ હોય તો પણ તેને બેકાર ગણવામાં આવ્યો નથી.

સર્વેમાં એવુ બહાર આવ્યુ છે કે ફેબ્રુઆરી 2020 માં નોકરી-રોજગારી ધરાવતાં 69 ટકા કામદારોએ નોકરી ગુમાવી હતી. ઓકટોબર ડીસેમ્બર 2020 ના સમયગાળામાં તેમાંથી 20 ટકા કામદારો હજુ બેકાર જ હતા.મહિલાઓની હાલત વધુ ખરાબ માલુમ પડી હતી. માત્ર 53 ટકા મહિલાઓને જ ફરી કામ મળ્યુ છે. પુરૂષોમાં આ ટકાવારી 57 ટકા હતી.અસંગઠીત મજુરોની રોજગારીમાં શહેરોની હાલત વધુ ખરાબ છે. ગ્રામ્ય સ્તરે 82 ટકા મજુરોને ફરી કામ મળી ગયુ છે. જયારે અન્ય શહેરોમાં 73 ટકા મજુરોને જ કામ મળ્યુ છે.