- પાકિસ્તાન સરાકરનું ટ્વીટર એકાઉન્ટ બ્લોક
- ભારત સરાકરે પાકિસ્તાન સામેના કેસમાં કરી કાર્યવાહી
દિલ્હીઃ- પાકિસ્તાન સરકાર સામે ભારતે એક મહત્વનું પગલુ લીધો છે જે અંતર્ગત પાકિસ્તાન સરકારનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ ભારત સરકાર દ્રારા દેશમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. જો કોઈ યૂઝર્સ ભારતમાં રહી ને પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને એક્સેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે તો તેના જવાબમાં તો લખીને આવે છે કે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર લીગલ ડીમાન્ડના રિસ્પોન્સ બાદ ભારતમાં બ્લોક કરાયું છે તેમ સૂચના મળી રહી છે.
આ પહેલી વાર નથી જ્પાયારે ભારતે આ નિર્ણય લીધો હોય આ પહેલા બે વખત પાકિસ્તાનના ટ્વિટર એકાઉન્ટ પર ભારતમાં રોક લગાવવામાં આવી છે. આ અગાઉ વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં પણ પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી હતી. તે પહેલા ગત વર્ષ જુલાઈમાં પણ આમ કરાયું હતું.
આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી કે જ્યારે, પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ કાનૂની માંગ પર બંધ કરવામાં આવ્યું છે. ટ્વિટરની ગાઈડલાઈન મુજબ કાયદેસરની કાનૂની માગ જેમ કે કોર્ટના આદેશ કે સરકારની માગ પર એકાઉન્ટને બ્લોક કરવું પડે છે. ત્યારે ભારત સરકારે આ માગનું પાલન કર્યું છે.જો કે હજુ સુધી આ મામલે ભારત કે પાકિસ્તાનના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ અન્ય દેશો જેવા કે અમેરિકા, કેનેડા વગેરેમાં સક્રિય છે. હજુ સુધી આ મામલે ભારત કે પાકિસ્તાનના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ટ્વિટર પર જ્યારે પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું તો ત્યાં લખેલું હતું કે ભારતમાં એક કાનૂની માંગના જવાબમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ 2021 હેઠળ ઈમરજન્સી પાવર્સનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરાઈ છે