1. Home
  2. ગુજરાતી
  3. ટ્વિટર અને સરકાર સામસામે – આ મામલે અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું
ટ્વિટર અને સરકાર સામસામે – આ મામલે અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું

ટ્વિટર અને સરકાર સામસામે – આ મામલે અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું

0
Social Share
  • ટ્વિટર અને સરકાર વચ્ચેનો વિવાદ વકર્યો
  • ભારતના સનમર્થનામાં અમેરિકા આવ્યું

દિલ્હીઃ-ભારત સરકારે ટ્વિટર અધિકારીઓ સાથેની બેઠકમાં ખેડૂત આંદોલનને નકલી અને ભ્રામિક માહિતી ફેલાવતા એકાઉન્ટસને બંધ કરવા નિર્દેશ આપ્યો હતો. ખાલિસ્તાન અને પાકિસ્તાન સંબંધિત 1178  એકાઉન્ટ બંધ કરવાનો આદેશ આપ્યા બાદ કેન્દ્ર અને ટ્વિટર વચ્ચેની ટક્કર વધવા પામી  છે

આ દરમિયાન ટ્વિટર મામલે અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાએ કહ્યું કે તે વિશ્વભરના લોકશાહી મૂલ્યોને ટેકો આપવા પ્રતિબદ્ધ છે, આવી સ્થિતિમાં ભારતના નિર્ણયને પણ તે સમર્થન આપે છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટર સામે કડક વલણ અપનાવતા કહ્યું કે ભારતના કાયદા પ્રમાણે જ ચાલવું  પડશે. કોઈને પણ સોશિયલ મીડિયા થકી અફવા ફેલાવવાની મંજૂરી આપી શકાતી નથી. તે જ સમયે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું, “સામાન્ય રીતે હું એમ કહેવા માંગુ છું કે અમેરિકા વિશ્વભરના લોકશાહી મૂલ્યોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.” મને લાગે છે કે જ્યારે ટ્વિટર નીતિઓની વાત આવે છે, ત્યારે ટ્વિટરને પણ આ સમજવું પડશે. ”

અમેરિકી સોશિયલ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે કેન્દ્ર સરકારના આદેશનું સંપૂર્ણ પાલન કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે જેમાં તેણે ખાલિસ્તાન અને પાકિસ્તાનથી સંબંધિત 1100 એકાઉન્ટ્સ બંધ કરવા કહ્યું હતુ. જોકે, કંપનીએ ભારતમાં 500 થી વધુ એકાઉન્ટસ પર પ્રતિબંધ મૂક્યો છે.

આ સમગ્ર મામલે તેમનું  કહેવું છે કે ભારત સરકાર દ્વારા કેટલાક એકાઉન્ટસ ‘ફક્ત ભારતમાં’ બંધ કરવાના નિર્દેશ હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. ઉપરાંત, નાગરિક સમાજના કાર્યકરો, રાજકારણીઓ અને મીડિયાના એકાઉન્ટસ બંધ કરાયા ન હતા કારણ કે આમ કરવાથી દેશના કાયદા હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થશે.

વિત્લા દિવસે ટ્વિટરે એક બ્લોગ પોસ્ટ કરીને આ માહિતી આપી હતી

ટ્વિટરે બુધવારે એક બ્લોગ પોસ્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે તે સરકારની કેટલીક વિનંતીઓ પૂરી કરી શકતો નથી કારણ કે તે માને છે કે તે ભારતીય કાયદાઓનું પાલન નથી કરતું. તેના વપરાશકર્તાઓની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને બચાવવા માટે, ન્યૂઝ મીડિયા કંપનીઓ, પત્રકારો, સામાજિક કાર્યકરો અને રાજકારણીઓના એકાઉન્ટ સામે કોઈ કાર્યવાહી કરી નથી. તેણે એમ પણ કહ્યું હતું કે વપરાશકર્તાઓની અભિવ્યક્તિની સ્વતંત્રતાને ટેકો આપતી વખતે, તે ભારતીય કાયદા હેઠળના વિકલ્પો પર વિચારણા કરી રહી છે, જે ટ્વિટર અને વપરાશકર્તાઓના એકાઉન્ટસ અસર કરે છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code