1. Home
  2. ગુજરાતી
  3. સરકારના સખ્ત વલણ બાદ ટ્વિટરે નમતું મૂક્યુંઃ- વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ અધિકારીની કરી નિમણૂક
સરકારના સખ્ત વલણ બાદ ટ્વિટરે નમતું મૂક્યુંઃ- વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ અધિકારીની કરી નિમણૂક

સરકારના સખ્ત વલણ બાદ ટ્વિટરે નમતું મૂક્યુંઃ- વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ અધિકારીની કરી નિમણૂક

0
Social Share
  • ટ્વિટરે છેવટે માની કેન્દ્રની વાત
  • વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ અધિકારીની કરી નિમણૂક 

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ટ્વિટર અને કેન્દ્ર વચ્ચે મથામણ ચાલી રહી હતી,આઇટી નિયમોને લઈને સરકાર સાથે ટ્વિટરનો વિવાદ વકરી રહ્યો હતો, આ સમગ્ર સ્થિત વચ્ચે, ટ્વિટરનું વલણ હવે નરમ પડતું જોવા મળ્યું છે.વિતેલા દિલસને મંગળવારે ટ્વિટરે જણાવ્યું  હતું કે, તેણે ભારત માટે વચગાળાના મુખ્ય પાલન અધિકારીની નિમણૂક કરી છે. ટૂંક સમયમાં અધિકારીની વિગતો સીધી માહિતી ટેકનોલોજી મંત્રાલય સાથે શેર કરવામાં આવશે. 

સરકારે ટ્વિટરને મોકલેલી એક નોટિસમાં કહ્યું હતું કે, તેઓને નિયમોનું પાલન કરવાની છેલ્લી તક આપવામાં આવે છે. તેમણે તત્કાલ જ નિયમોનું પાલન કરવું પડશે. જો તે આમ કરવામાં ટ્વિટર નિષ્ફળ જાય છે, તો તેને આઇટી એક્ટ હેઠળ તેના દાયિત્વમાં આપવામાં આવેલી છૂટછાટ જે મળી છે તે પરત ખેંચી લેવામાં આવશે. આ સાથે તેને આઇટી એક્ટ અને અન્ય દંડની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.

એક સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સરકારના આ સખ્ત વલણ બાદ ગયા અઠવાડિયે ટ્વિટરે સરકારને પત્ર લખીને ખાતરી આપી હતી કે નવા માહિતી ટેકનોલોજીના નિયમો અનુસાર મુખ્ય પાલન અધિકારીની નિમણૂક અંતિમ તબક્કામાં છે. એક અઠવાડિયામાં તેઓ સરકારને વધારાની વિગતો રજુ કરશે.

મંગળવારે, એક ટ્વિટર પ્રવક્તાએ કહ્યું કે કંપની નવી માર્ગદર્શિકાનું પાલન કરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને પ્રક્રિયાના દરેક પગલા પર પ્રગતિની જાણકારી આપવામાં આવી રહી છે. વચગાળાના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિમણૂક કરવામાં આવી ચૂકી છે અને ટૂંક સમયમાં તે અંગેની તમામ વિગતો મંત્રાલયને  સોંપવામાં પણ આવશે. 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code