ટ્વિટરને આવ્યું ભાન,પોતાની ભૂલ સ્વીકારી – નોકરીમાંથી હાંકી કાઢેલા અનેક લોકોને કામ પર પરત બોલાવ્યા
- ટ્વિટરે પોતાની ભૂલ કબુલી
- નોકરીમાંથી હાકી કાઢેલા લોકોને બોલાવ્યા પરત
દિલ્હીઃ- શુક્રવારના રોજ ટ્વિટરે મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો હતો.સામૂહિક રીતે લોકોને જોબ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા જો કે હવે ટચ્વિટરને પોતાની ભૂલનું ભાન આવ્યું છે.ટ્વિટરે નોકરીમાંથી હાકી કાઢેલા લોકોને કામ પર પરત બોલ્યા છે
એલન મસ્કના $44 બિલિયનની ડિલ પછી શુક્રવારે આશરે કંપનીનાના અડધા લોકોને છૂટા કર્યા પછી, હવે ડઝનેક કર્મચારીઓ સુધી ટ્વિટર પહોંચી રહ્યું છે અને તેમને પાછા ફરવાનું કહી રહ્યું છે.આ બાબતે વિતેલા દિવસને રવિવારે બ્લૂમબર્ગ ન્યૂઝે માહિતી આપી હતી.
ન્યૂઝ એજન્સી રોઇટર્સના બ્લૂમબર્ગ ન્યૂઝે આ અંગેની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને કહ્યું કે જે લોકોને કામ પર પાછા ફરવાનું કહેવામાં આવી રહ્યું છે તેમાંથી કેટલાકને આકસ્મિક રીતે કાઢી મૂકવામાં આવ્યા હતા.લોકોને નોકરીમાંથી હાકી કાઢ્યા બાદ કંપનીને સમજાયું કે તેમનું કાર્ય અને અનુભવ એલોન મસ્કના વિઝનને અમલમાં મૂકવા માટે નિમિત્ત બની શકે છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે, ટ્વિટરે તેની એપને એપલના એપ સ્ટોરમાં અપડેટ કરીને વેરિફિકેશન માટે આપવામાં આવેલી બ્લુ ટિક માટે $8ની ફી વસૂલ કરી હતી. આ ફી એલોન મસ્ક દ્વારા લેવામાં આવેલા પરિવર્તનના પગલાંમાં પ્રથમ મોટું પગલું છે.