- ટ્વિટરની કોંગ્રેસ નેતાઓ સામે મોટી કાર્યવાહી
- રાહુ બાદ અન્ય નેતાઓના એકાઉન્ટ કર્યા બંધ
દિલ્હીઃ- રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવા વચ્ચે કોંગ્રેસે બુધવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે તેમણે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓના એકાઉન્ટ સામે આવી જ કાર્યવાહી કરવામાં આવી છે.
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટી વ્હીપ મણિકમ ટાગોર, આસામના પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ પ્રમુખ સુષ્મિતા દેવના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે દિલ્હીમાં કથિત રીતે બળાત્કાર અને હત્યા કરાયેલી નવ વર્ષની બાળકીના પરિવારના ફોટો ટ્વિટ કર્યા હતા. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એ રાહુલ ગાંધીના ટ્વિટનું ધ્યાન રાખ્યું હતું અને ટ્વિટરને સગીર પીડિતાની ગોપનીયતાનો ભંગ કરવા બદલ કોંગ્રેસ નેતાના ટ્વિટક એકાઉન્ટ સામે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા બુધવારે ટ્વિટરે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે 4 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીના ટ્વિટથી કંપનીની નીતિઓનું ઉલ્લંઘન થયું છે. તેણે બળાત્કાર પીડિતાના માતા -પિતા સાથેનો ફઓટો ટ્વિટ કર્યો હતો. આ કારણે તેનું એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું.