Site icon Revoi.in

ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ એલનમ મસ્કની ચિંતા વધારી, ટ્વિટરનો વિકલ્પ વિકસાવ્યો જેમાં ફ્રી રહેશે બ્લુ ટિક

Social Share

દિલ્હીઃ-  જ્યારથી ટ્વિટરની ભાગીદારી એલન મસ્કે ખરીદી છે ત્યારથી જ ટ્વિટર ચર્ચાઓમાં છે, વેરિફાઈડ એકાઉન્ટ માટે એલન મસ્ક દ્રારા હવે પૈસા વસુલવામાં આવી રહ્યા છે, 21 એપ્રિલથી ફઅરી સેવા બંધ કરતા જ ટ્વિટરે અનેક મહાન હસ્તીઓ કે જેમણે બ્લૂટિક માટે ચૂકવણી નહોતી કરી તેમના ખાતામાંથી આ ટિક હટાવી લેવાઈ હતી જો કે બધાને આગંળી પર નચાવનાર એલન મસ્કની હવે ટક્કર આપવા માટે પોતે ટ્વિટરના લસ્થાપક જેક ડોર્સી મેદાને આવ્યા છે,

પ્રાપ્ત વિગત પ્રમાણ ેટ્વિટરના સ્થાપક જેક ડોર્સીએ ટ્વિટરનો વિકલ્પ લઈને આવ્યા છે જેમાં તેઓ બ્લૂટિકની સર્વિક ફ્રીમાં આપશે, આ નિર્ણથી હવે એલન મસ્કની ચિંતા વધી શકે છે.ટ્વિટરના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી  જેક ડોર્સીએ બ્લુસ્કી એપ લોન્ચ કરી છે. તેને સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટરના વૈકલ્પિક વિકલ્પ તરીકે બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

ટ્વિટરે આજે જ લોકોના એકાઉન્ટમાંથી લેગસી બ્લુ ટિક હટાવી દીધી છે. હવે યુઝર્સે બ્લુ ટિક માટે ટ્વિટરને પૈસા ચૂકવવા પડશે. એવું માનવામાં આવે છે કે બ્લુ સ્કાય હાલની માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને ટક્કર આપી શકે છે. જોકે BlueSky એપ હજુ ટેસ્ટિંગ મોડમાં છે અને કંપની તેના પર ઝડપથી કામ કરી રહી છે.

આજે એલોન મસ્કએ તેમના એક ટ્વિટમાં લખ્યું છે કે, “આજનો દિવસ ઘણી રીતે મહાન છે.” પરંતુ એલોન મસ્કનો દિવસ બગાડનાર સમાચાર ટૂંક સમયમાં આવ્યા. એવું માનવામાં આવે છે કે ટ્વિટરથી કંટાળી ગયેલા યુઝર્સ હવે બ્લુસ્કી પર જઈ શકે છે. જો આવું થાય છે, તો એલોન મસ્ક માટે તે હાર સમાન હશે.