Site icon Revoi.in

ટ્વિટરે સરકારના એક્શન પહેલા જ પોતાની ભૂલ સુધારીઃ- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ દર્શાવતો નકશો હટાવી લીધો

Social Share

દિલ્હીઃ- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જુદા જુદા દેશો તરીકે બતાવતા નકશાને લઈને  નિશાના પર આવી ગયેલા ટ્વિટર પર સરકાર હજુ કંઈક કાર્યવાહી કરે તે પહેલાં ટ્વિટરે પોતાની ભૂલ સુધારી લીધી છે. ટ્વિટરે વિવાદિત નકશાને વેબસાઇટ પરથી દૂર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલો સોમવારે સાંજે સામે આવ્યા બાદ સરકાર દ્વારા એવો સંકેત પણ આપવામાં આવ્યો હતો કે સોશિયલ મીડિયા કંપનીને આ પરિણામ ભોગવવું પડશે. કલાકોમાં જ, ટ્વિટરએ વેબસાઇટના કેરિયર સેક્શનમાં જોવા મળતા વૈશ્વિક નકશાને સંપૂર્ણપણે દૂર કરી દીધું.

નવા આઈટી નિયમો અંગે ભારત સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ટ્વિટર વેબસાઇટ દ્વારા ભારતનો ખોટો નકશો  દર્શાવવામાં આવ્યો હતો. દેશવાસીઓએ આ અંગે સખત વિરોધ વ્યક્ત કર્યો છે અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે. આ પહેલીવાર નથી જ્યારે ટ્વિટર દ્વારા ભારતના નકશાની ખોટી રજૂઆત કરવામાં આવી છે. અગાઉ તેમણે લેહને ચીનના ભાગ રૂપે બતાવ્યો હતો.

ડિજિટલ ક્ષેત્રની મોટી અમેરિકન કંપની નવા સોશિયલ મીડિયા નિયમોને લઈને ભારત સરકાર સાથે વિવાદ સર્જાયો છે. ભારત સરકારે દેશના નવા આઇટી નિયમોની જાણી જોઈને અવગણના કરવા અને અનેક વખત કહેવા છતાં નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેની આકરી ટીકા કરી છે. ઉલ્લેખનીય કે નવા નિયમો હેઠળ, આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મને મધ્યસ્થ તરીકે આપવામાં આવતી કાનૂની રાહતનો સમાપ્ત થઈ ચૂકી છે અને તે હવે વપરાશકર્તા દ્વારા પોસ્ટ કરેલી કોઈપણ ગેરકાયદેસર પોસ્ટ માટે જવાબદાર ગણાશે.