Site icon Revoi.in

ટ્વિટરે કેપિટોલ હિંસા પર લીધા કડક પગલા, હિંસાત્મક માહિતી શેર કરતા 70 હજારથી વધુ એકાઉન્ટ કર્યા બંધ

Social Share

દિલ્હીઃ-અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ પર થયેલી હિંસા અંગે ટ્વિટર દ્વારા 70 હજારથી વધુ એકાઉન્ટને સ્થગિત કરવામાં આવ્યા છે. આ એવા એકાઉન્ટ્સ હતા જે સોશિયલ મીડિયા પર ક્યૂએનથી સંબંધિત સામગ્રી શેર કરી રહ્યાં હતાં. ટ્વિટરે સત્તાવાર એકાઉન્ટ દ્રારા આ માહિતી આપી છે.

ટ્વિટરે એક બ્લોગમાં લખીને આ માહિતી શેર કરી હતી અને કહ્યું કે અમેરિકન રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વધતા હિંસા અને  જોખમને ધ્યાનમાં રાખીને, અમે ક્યૂએન સાથે સંબંધિતસામગ્રી શેર કરતા  હજારો એકાઉન્ટ્સ બંધ કર્યા છે.

યુએસ એટર્ની કાર્યાલયના જણઆવ્યા પ્રમાણે, અમેરિકી હીંસા મામલે  સંધીય અદાલતમાં આ લોકોને આરોપી કરાર આપવામાં આવ્યો છે. શિંગડાવાળી ટોપી પહેરેલા ટ્રમ્પ સમર્થક પર ઇરાદાપૂર્વક પ્રતિબંધિત બિલ્ડિંગમાં પ્રવેશ કરવો, હિંસા ફેલાવવી, સંસદનું અપમાન કરવાનો આરોપ મૂકાયો છે.

યુએસ એટર્ની ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચેન્સેલને અમેરિકન સંસદ ભવનમાં મીડિયા અને સોશ્યલ મીડિયામાં અમેરિકન ધ્વજ સાથે નજરે પડ્યો છે.ઉલ્લેખનીય છે કે. છેલ્લા ઘણા દિવસોથી અમેરિકામાં ટ્રમ્પના સમર્થકો દ્રારા હિંસા ફેલાવવામાં આવી રહી છે જેને લઈને હવે ટ્વિટરે હિંસા ફેલાવતા હજારો એકાઉન્ટ બંધ કર્યા છે.

સાહિન-