Site icon Revoi.in

ટ્વિટરમાં આવ્યું ‘Quote Tweet ‘ નામનું નવું ફિચર -જેનાથી પોતાના ટ્વિટ્સ પર નજર રાખી શકાશે

Social Share

ટ્વિટર છેલ્લા કેટલાક સમયથી રિટ્વિટ વીથ કોમેન્ટ નામના એક ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતુ, ત્યારે હવે કંપની આ ફિચરને ક્વિટ ટ્વિટ નામથી લોન્ચ કરી રહી .

માઇક્રો-બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ‘Quote Tweets’ ફિચર લાઇવ થઈ ચૂક્યુ છે. થોડા સમય પહેલા સુધી આ સુવિધા પરીક્ષણ દરમિયાન જોવા મળી હતી,અને હવે તે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે,અને હવે યૂઝર્સ તેનો ઉપયોગ પણ કરી શકે છે.

ટ્વિટરે કહ્યું છે કે ‘કોમેન્ટ સાથે કરવામાં આવેલ રીટ્વિસને ક્વોટ ટ્વિટ્સ કહેવામાં આવશે. ટ્વિટ પર ટેપ કરી અહીંથી Quote Tweets પર ક્લિક કરીને દરેકને એક જગ્યાએ જોઈ શકાશે .

ટ્વિટરના જણાવ્યા પ્રમાણે રિટ્વિટ વીથ કોમેન્ટને Quote Tweetsમા બદલવામાં આવ્યું છે, કોટ ટ્વિટ રિટ્વિટની બાજુમાં જ જોવા મળશે કંપની કોટ ટ્વિટને રિટ્વિટ વીછ કોમેન્ટના નામથી ટેસ્ટ કરી રહી હતી, કેટલા લોકોએ કંઈક લખીને રિટ્વિટ કર્યું છે.આ પહેલા ટ્લવિટરમાં આ સુવિધા નહોતી, તે ફક્ત એ જ જોઈ શકાતું હતું કે કેટલા રિટ્વીટ થયા છે.

હવે ટ્વિટરમાં રીટવીટ વિથ કોમેન્ટનો વિકલ્પ નથી જોવા મળતો, તેના બદલે કોટ ટ્વિટ આવી ગયું છે. તેનું લેઆઉટ અને સ્ટ્રક્ચર અલગ છે. અહીં ટેપ કરવાથી તે ટ્વિટ્સ બતાવવામાં આવે છે જેમાં કોઈ બીજાના ટ્વિટને કોટ કરીને કંઈક લખ્યું છે.ઉલ્લેખનીય છે કે, આ નવી સુવિધાથી તે યૂઝર્સને ફાયદો થશે જેઓ તેમની ટ્વિટ્સ પર નજર રાખવા માગે છે.

સાહીન-