- ટ્વિટપર પર ટ્રમ્પ પરત ફર્યા
- એલન મસ્કના એલાન બાદ હટ્યો પ્રતિબંધ
દિલ્હીઃ- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ પર આજથી 22 મહિના પહેલા કેટલાક કારણોસર ટ્વિટરે પ્રતિબંધ મૂક્યો હતો જો કે હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર પરતચ ફર્યા છે. તેમનું ટ્વિટર એકાઉન્ટ બ્લુ ટિક સાથે ફરીથી સક્રિય કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ જ ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પરનો પ્રતિબંધ હટાવવા માટે ટ્વિટ કરીને જનમત માંગ્યા હતા પોલમાં 15 મિલિયનથી વધુ લોકોએ સહભઆગી થયા, જેમાં 51.8 ટકા લોકો ટ્રમ્પના ટ્વિટર પર પરત ફરવા સાથે સહમત હતા, જ્યારે 48.2 ટકા અસહમત હતા. ત્યારે હવે એલન મસ્ક દ્રારા ટ્રમ્પ પર લાગેલો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે.
ઈલોન મસ્કની જાહેરાતના થોડા સમય બાદ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પનું ખાતું લગભગ 22 મહિના પછી રિસ્ટોર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ ભડકાઉ ટ્વિટને કારણે બ્લોક કરી દેવામાં આવ્યું હતું. જો બાઈડેનઅમેરિકામાં યોજાયેલી ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા હતા. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ વ્હાઇટ હાઉસની બહાર અને અંદર હંગામો મચાવ્યો હતો. ભીડના આ હિંસક પ્રદર્શનને જોતા, ટ્વિટરે પહેલા ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે અને પછી સંપૂર્ણપણે સસ્પેન્ડ કર્યું.