ટ્વિટરે કરી મોટી જાહેરાત,હવે પોસ્ટમાં કરી શકાશે બદલાવ
ટ્વિટરે પોતાના હેન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તે એડિટ બટન પર કામ કરી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે જો કોઈ યુઝર એડિટ બટન જુએ છે તો તેનો અર્થ એ છે કે એડિટ બટનને લઈને ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
ટ્વિટરના ટ્વિટ મુજબ કેટલાક એકાઉન્ટમાં એડિટ બટન દેખાવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ આ ફીચર હાલમાં ટેસ્ટિંગ મોડમાં છે. કંપની આ ફીચરને તમામ યુઝર્સ માટે લાગુ કરવા માટે ટેસ્ટિંગ કરી રહી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર એડિટ બટનનું ફીચર ટૂંક સમયમાં તે યુઝર્સ માટે ઉપલબ્ધ થશે, જેમની પાસે 4.99 ડોલર પ્રતિ મહિનાનું ટ્વિટર બ્લુનું સબ્સ્ક્રિપ્શન લીધું છે. ફીચરનું નામ સૂચવે છે તેમ આ ટ્વીટ પબ્લિશ થયા પછી તેને એડિટ કરી શકાશે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ટ્વિટર હાલમાં આ ફીચરને માત્ર 30 મિનિટ માટે રિલીઝ કરી રહ્યું છે. આનો અર્થ એ છે કે ટ્વિટ પબ્લિશ થયા પછી 30 મિનિટ સુધી ટ્વિટને એડિટ કરી શકાશે.
ટ્વિટરે પોતાના હેન્ડલ પરથી ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તે એડિટ બટન પર કામ કરી રહ્યું છે.