- ટ્વિટરે નવા આઈટી નિયમોનું પાલન કરવું જ પડશે
- હાઈકોર્ટે ટ્વિટરને નવા નિયમ અંગે જણાવ્યું
દિલ્હીઃ- દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના નવા નિયમોને લઈને બવાલ જોવા મળી રહી છે ત્યારે તમામ વિરોધ બાદ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ભારત સરકારના સોશિયલ મીડિયાના અનેક નવા માર્ગદર્શિકા માટે સંમત થઈ છે
આ સમગ્ર બાબતે ટ્વિટરે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે ,તેણે ઇન્ફર્મેશન ટેકનોલોજી અર્થાત ઇન્ટરમિડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા આચારસંહિતાના નિયમો, 2021 નું પાલન કર્યું છે અને 28 મેના રોજ, તેણે ફરિયાદ અધિકારીની નિમણૂક પણ કરી છે, જોકે ટ્વિટરએ ફરિયાદ અધિકારીના નામ આપ્યા હોય વિશે હજી સુધી માહિતી આપવામાં આવી છે.
સોશિયલ મીડિયા નિયમોને લઈને કોર્ટે કહ્યું કે, ડિજિટલ મીડિયાને લગતા નવા ઇન્ફર્મેશન ટેકનોલોજીના નિયમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, એટલે ટ્વિટર દ્વારા તેમનું પાલન કરવું જ પડશે. આ ટિપ્પણીની સાથે જસ્ટિસ રેખા પલ્લીએ એડવોકેટ અમિત આચાર્યની અરજી પર કેન્દ્ર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને નોટિસ પાઠવી છે અને તેઓને પોતાનો કેસ રજૂ કરવાનો આદેશ પણ આપ્યો છે.
આ સમગ્ર બાબતને લઈને અમિત આચાર્યએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે ટ્વિટર દ્વારા નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. બીજી તરફ, ટ્વિટરએ કોર્ટ સમક્ષ એવો દાવો કર્યો હતો કે તેણે નિયમોનું પાલન કર્યું છે અને ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક પણ કરી છે, પરંતુ કેન્દ્ર સરકારે આ દાવાને નકારી દીધો હતો. કોર્ટે કહ્યું, “જો તેના પર પ્રતિબંધ નથી લગાવાયો તો તેઓએ તેનું પાલન કરવું પડશે.”
આ સાથે જ આચાર્યએ વકીલ આકાશ વાજપેયી અને મનીષ કુમાર દ્વારા દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે જ્યારે તેમણે કેટલાક ટ્વિટ્સ અંગે ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ખબર પડી કે સરકારના નિયમનોનું કથિત રીતે પાલન ન કરવા અંગે તેમને જાણ થઈ હતી
ત્યારે આ પહેલા પણ વોટ્સએપ પણ નવી ગાઇડલાઈન લાગુ કરવા તૈયાર નહોતું પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે પણ નવી ગાઇડલાઇન લાગુ કરી છે અને ફરિયાદ અધિકારીની માહિતી સરકારને સુપરત કરી છે. વોટ્સએપ પહેલા ફેસબુક અને ગુગલે કહ્યું હતું કે નવી માર્ગદર્શિકા કોઈપણ વિરોધ વિના અમલમાં મૂકવામાં આવી છે.