- ટ્વિટર પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ હવે ભારતમાં શરૂ
- બ્લુ ટિક માટે દર મહિને ખર્ચવા પડશે 900 રૂપિયા
દિલ્હીઃ- ટ્વિટર છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યું છે ત્યારે આજે સવારથી ટ્વિટર વપરાશકર્તાઓને ટ્વિટમાં સમસ્યાઓ આવી રહી હતી જો કે હવે ટ્વિટરની બ્લૂટિક સર્વિસ ભારતમાં શરુ થઈ ચૂકી છે.
માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લુ લોન્ચ કરી છે. ભારતમાં મોબાઈલ યુઝર્સને બ્લુ ટિક મેળવવા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસની સુવિધાઓનો ઉપયોગ કરવા માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, કંપનીએ 650 રૂપિયામાં સૌથી ઓછી કિંમતનો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન બહાર પાડ્યો છે. આ પ્લાન વેબ યુઝર્સ માટે છે.
ઉલ્લેખનીય છે કે કંપમીએ ગયા વર્ષે જ ટ્વિટર બ્લુને નવા સ્વરૂપમાં રજૂ કર્યું હતું. તે અગાઉ યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.ત્યારે ભારતમાં તેને લોંચ કરવાની વાત માત્ર થી હતી પરંતુ પેઈડ તરીકે હજી શરુ કરાયું નહતું ત્યારે હવે તે ભારતમાં પણ લોંચ કરવામાં આવ્યું છે.
મોબાઇલ એટલે કે એન્ડ્રોઇડ અને iOS બંને માટે ટ્વિટર બ્લુ માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે અને વેબ વપરાશકર્તાઓએ દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. માલિક એલોન મસ્કે કંપનીને ખરીદ્યાના થોડા દિવસો બાદ જ પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ લાવવાની જાહેરાત કરી હતી. ભારે ટીકાઓ બાદ પણ આ સેવા શરૂ કરવામાં આવી હતી.