Site icon Revoi.in

સરકાર સાથે ટ્વિટરનો પંગો: કંપની પહોંચી કોર્ટમાં,કહ્યું 1400 એકાઉન્ટ અને 175 ટ્વિટ દૂર કરવાનો આદેશ ‘ખોટો’ બતાવ્યો

Social Share

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેના પ્લેટફોર્મ પરથી વાંધાજનક સામગ્રી હટાવવાના ભારત સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.એવી જાણકારી સામે આવી છે કે,ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ ફેબ્રુઆરી 2021 અને 2022 વચ્ચે ટ્વિટર પર એકાઉન્ટ્સ અથવા ટ્વિટ્સને બ્લોક કરવા માટે 10 આદેશો જારી કર્યા હતા.સરકારે ટ્વિટરને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 69 (એ) હેઠળ 1400 એકાઉન્ટ્સ અને 175 ટ્વિટ્સ દૂર કરવા કહ્યું હતું.જે બાદ ટ્વિટર આ આદેશને પડકારતી કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યું છે.

ટ્વિટર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, કંપનીએ માંગણી કરી છે કે,મંત્રાલયે જે એકાઉન્ટ્સ અથવા ટ્વિટ્સને હટાવવાનું કહ્યું છે,તેમાંથી 39 એકાઉન્ટ્સને બ્લોક ન કરવા જોઈએ.આને લગતા સરકારી આદેશો રદ કરવા જોઈએ.અહેવાલ મુજબ, અરજીમાં ટ્વિટરે કોર્ટને કહ્યું છે કે મંત્રાલય કંપનીને જાણ કર્યા વિના સમગ્ર એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ જારી કરી રહ્યું છે.

કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે ઘણા કિસ્સાઓમાં, મંત્રાલયે બ્લોક ઓર્ડર પસાર કરતી વખતે યોગ્ય કારણો આપ્યા નથી, જે કલમ 69(a) હેઠળ જરૂરી છે.ટ્વિટરે તેની અરજીમાં કહ્યું છે કે તેણે માંગણી કરી છે કે બ્લોક કરવાના કોર્ટના આદેશોને બાજુ પર રાખવામાં આવે કારણ કે તે આઇટી એક્ટની કલમ 69(એ)ના આધારે “ખોટા” છે. અમુક આદેશોને “ગેરબંધારણીય” ગણાવતા કંપનીએ કહ્યું છે “આદેશોને આ આધાર પર પડકારવામાં આવ્યા છે કે તેઓ મોટાભાગે કલમ 69A સાથે અસંગત છે, મનસ્વી છે, વપરાશકર્તાઓને અગાઉની માહિતી આપવામાં નિષ્ફળ જાય છે અને ઘણી બાબતોમાં અસંગત છે.”