Site icon Revoi.in

ટ્વિટરના શેરહોલ્ડર્સ એ એલન મસ્કની 44 અરબ ડોલરની ડીલ પર મ્હોર લગાવી 

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ટ્વિટરની ડીલને લઈને વિશ્વ  સૌથી ઘનિક વ્યક્તિ એલન મસ્ક ચર્ચામાં છે ત્યારે વળી ફરી  એકવખત તેઓ આ ડીલને લઈને ચર્ચામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે વિતેલા દિવસને મંગળવારે ટ્વિટરે જણાવ્યું હતું કે પ્રારંભિક ગણતરી દર્શાવે છે કે શેરધારકોએ 44 બિલિયન ડોલરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની એલોન મસ્કની બિડને ટેકો આપ્યો હતો

જો કે એલન મસ્ક આ મામલાનો કરાર તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી મસ્ક આ ડીલ કેન્સલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શેરધારકોની મીટિંગ દરમિયાન આ માહિતી સામે આવી હતી, જે બેઠક થોડી મિનિટો સુધી ચાલી હતી, જેમાં મોટાભાગના મત ઓનલાઈન નાખવામાં આવ્યા હતા. મતદાન દરમિયાન, તમામ શેરધારકોએ ટેસ્લા કંપનીના સીઈઓ એલોન મસ્કના બાયઆઉટ ડીલને સમર્થન આપ્યું હતું.

ટ્વિટર સોદો પૂરો થવા પર મસ્ક પર દાવો કરી રહ્યું છે અને તેની સુનાવણી ઓક્ટોબરમાં નક્કી કરવામાં આવી છે.વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મસ્કએ બે દિવસ પહેલા  કહ્યું હતું કે ટ્વિટર દ્વારા વ્હીસલબ્લોઅરને ચૂકવણી એ સોદામાંથી બહાર આવવાનું મુખ્ય કારણ છે. સોદો તોડવાની જાહેરાત કરતા, થોડા દિવસો પહેલા, તેમણે કહ્યું હતું કે કંપનીએ સ્પામ એકાઉન્ટ્સ અથવા નકલી એકાઉન્ટ્સની ચોક્કસ સંખ્યા આપી નથી, જેના કારણે તેઓ ડીલને આગળ વધારી શક્યા નથી.આ મામલો કોર્ટ સુધી પહોચ્યો હતો.એલોન મસ્કે જણાવ્યું હતું કે જ્યારે તેણે $44 બિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા ત્યારે ટ્વિટરે તેમને તેમના વ્યવસાય વિશે ભ્રામક માહિતી આપી હતી.