Twitterએ 8 ડોલર સબસ્ક્રિપ્શન પ્રોગ્રામને સસ્પેન્ડ કર્યા,જાણો આ નિર્ણય પાછળનું કારણ
દિલ્હી:ટ્વિટરે એક મોટો નિર્ણય લેતા હાલમાં 8 ડોલર સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામને સસ્પેન્ડ કર્યા છે.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીએ આ નિર્ણય ફેમસ બ્રાન્ડ્સના ફેક એકાઉન્ટની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લીધો છે.
જોકે, ટ્વિટર યુઝર્સ હજુ પણ તેમના એકાઉન્ટને સામાન્ય રીતે ઓપરેટ કરી શકશે. વેબસાઈટ પ્લેટફોર્મર એ સૌથી પહેલા ફેક એકાઉન્ટ વિશે માહિતી આપી હતી.કંપનીએ હાઈ-પ્રોફાઈલ એકાઉન્ટ્સ માટે ‘સત્તાવાર’ બેજને પુનઃસ્થાપિત કર્યો હોવાનું પણ કહેવાય છે.
થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે ટ્વિટરે સત્તાવાર રીતે વેરિફિકેશન સિસ્ટમનો સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.આ પછી ઘણા યુઝર્સે તેનો ખોટો ઉપયોગ શરૂ કર્યો.દર મહિને 8 ડોલર ચૂકવીને નકલી સમાચાર ફેલાવવામાં આવી રહ્યા હતા.ટ્વિટરના અલ્ગોરિધમ્સ દ્વારા પણ કન્ટેન્ટની ચકાસણી કરવામાં આવી ન હતી.તેના કારણે અમેરિકન પ્રોફેશનલ બાસ્કેટબોલ ખેલાડી લીબ્રોન જેમ્સ જેવા લોકો ખૂબ પ્રભાવિત થયા હતા.