ટ્વિટર પર ટૂંક સમયમાં એડ થશે આ ફીચર
- ટ્વિટર પર એડ થશે વોઈસ મેસેજ ફીચર
- યુઝર્સને મળશે વધુ સારો અનુભવ
- આઇઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ
મુંબઈ: ટ્વિટર એક એવા નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેની મદદથી યુઝર્સ તેમના મિત્રો અને પરિવારના સભ્યોને ડાયરેકટ મેસેજ દ્વારા વોઈસ મેસેજ રેકોર્ડ કરીને મોકલી શકશે. એક રીપોર્ટ મુજબ, ટ્વિટર પર ડીએમના પ્રોડક્ટ મેનેજર એલેક્સ એકરમેન – ગ્રીનબર્ગએ કહ્યું છે કે, કંપની ટૂંક સમયમાં વોઈસ એડીએમ પર ટેસ્ટ શરુ કરશે.
બ્રાઝીલ એ પહેલો દેશ હશે, જ્યાં વોઈસ ડીએમની ટેસ્ટીંગ પહેલા કરવામાં આવશે. રીપોર્ટમાં ગ્રીનબર્ગના નિવેદન દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમે જાણીએ છીએ કે ટ્વિટર પર લોકો સાર્વજનિક અને ખાનગી તરીકે ખૂદને અભિવ્યકત કરવા માટે વધુ વિકલ્પોની ઈચ્છા રાખે છે.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના ડાયરેકટ મેસેજમાં પહેલાથી જ ઓડિયો રેકોર્ડીંગની સુવિધા છે. આ ફીચરની મદદથી યુઝર્સ ટૂંક સમયમાં 140 સેકેંડ લાંબા ઓડિયો ટ્વિટને 280 શબ્દોના કેપ્શનની સાથે પોસ્ટ કરી શકાશે. યુઝર્સ તેમના આ ઓડિયોને તેના ટ્વિટ, રીટ્વિટસ, કમેન્ટ, રીપ્લાઈમાં સામેલ કરી શકશે.
લોકો તમારા વોઈસ ટ્વિટને અન્ય ટ્વિટસ સાથે તમારી ટાઇમલાઈન પર જોઈ શકશે. કંપનીને આશા છે કે, તેનાથી તેના યુઝર્સને પોતાની વાત રાખવામાં વધુ સારો અનુભવ મળશે.
આ પહેલા ટ્વિટરએ અન્ય વધુ એક ફીચર પર કામ શરુ કર્યું હતું. ખરેખર ટ્વિટર યુઝર્સને તેમના ટ્વિટસ અને જવાબોને ખૂદ એડિટ કરવાની એક તક આપી રહ્યું છે. જેથી યુઝર હેટ સ્પીચ આ મંચ પર રાખી રહ્યું છે. તો એ ફરીવખત આ વિષય પર વિચારશે, અન્યથા નીતિયોના ઉલ્લંધન કરવાના પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. ટ્વિટરે કહ્યું, હજી સુધી ટ્વિટર પર એડિટનું બટન નથી. પરંતુ યુઝર્સને પોતાના મંચ પર મોટા પાયે થતી કનડગતનો સામનો કરવા માટે યુઝર્સને ખૂદ એડિટ કરવાનું ટૂલ આપી રહ્યા છે.
જો કે, ટ્વિટરનું એડિટ ટૂલ લિમિટેડ યુઝ માટે છે અને હાલમાં તે ફક્ત આઇઓએસ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. પ્રોમ્પ્ટ એ ટ્વિટસ પર પોપ – અપના રૂપમાં આવશે, જેના પર હાનિકારક સામગ્રી છે અને ટ્વિટર એઆઈ/એમએલ ડિવાઈસ એવા ઘૃણિત શબ્દોને પહેલેથી જ પકડવાના પ્રયત્નો કરી રહ્યું છે.
_Devanshi