- ટ્વિટરની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી
- રાજધાની દિલ્હીમાં ટ્વિટરના એમડી સામે ફરીયાદ દાખલ કરાઈ
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ટ્વિટરની ચર્ચાઓ એ જોર પકડ્યું છે, દેશનામ નવા બનેલા આઈટી નિયમોના વિવાદ બાદ ગાઝિયાબાદમાં વુદ્ધ સાથે મારપીટનો વીડિયો વાયરલ કરવાની બાબતે ટ્વિટર ઘણા સમયથી વિવાદના વંટોળમાં સપડાયું છે,ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ મહેશ્વરી સામે ફરીયાદ આ બાબતે ફરીયાદ નોંધાઈ હતી ત્યારે ફરી તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે, દિલ્હીમાં વધુ એક ફરીયાદ તેમના સામે દાખલ કરવામાં આવી છે.
આ બાબતે જાણવા મળતી માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ મહેશ્વરી અને ગેરલાભકારી સંસ્થા સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ દિલ્હી પોલીસ સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાઝિયાબાદમાં વૃદ્ધને માર મારવાના વાયરલ થયેલા વીડિયો અને ભારતના નકશા વિવાદ અંગે ટ્વિટર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ગાઝિયાબાદ કેસમાં એમડીને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને હવે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
એડવોકેટ આદિત્ય સિંહ દેશવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરીયાદમાં ટ્વિટર કમ્યુનિકેશંસ ઈન્ડિયા પ્રા.લિ., ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ મહેશ્વરી અને ટ્વિટર ઇન્ડિયાના પબ્લિક પોલિસી મેનેજર શગુફ્તા કામરાન અને સ્થાપક અને સીઇઓ અરમિન નવાબી અને સુજાના મૈકિન્ટ્રી સામે સામે પણ એફઆઈઆર નોંધાવવાની માંગ કરવામાં આવી છે.
અરજી કરનારે હિન્દુ દેવીનો ફોટો લઈને પોસ્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ટ્વિટર વપરાશકર્તાઓ દ્વારા પોસ્ટ કરેલી સામગ્રી માત્ર અપમાનજનક જ નહીં પરંતુ સમાજમાં દુશ્મનાવટ, દ્વેષભાવ અને અનિષ્ટતા પણ પેદા કરનારી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ મામલે કેસ દાખલ કરવામાં આવી શકે છે.