‘ટ્વિટર વેરિફાઈડ’ એ થોડા કલાકોમાં સ્થાપિત એકાઉન્ટ્સને કર્યા અનફોલો, ફરી યૂઝર્સ મુંઝવણમાં મૂકાયા
દિલ્હીઃ- જ્યારથી એલોન મસ્કે ટ્વિટરની ખરીદી કરી લધી છએ ત્યારથી ટ્વિટર ચર્ચામાં છે ટ્વિટરમાં અવાર નવાર બદલાવો જોવા મળે છે ત્યારે થોડા દિવસ અગાઉ ટ્વિટરમાંથી બ્લૂ બર્ડને જગ્યા ડોગના સિમ્બોલને સ્થાન આપવામાં આવ્યું હચું ,જો કે હજી બે દિવસ જ થયા છે ત્યારે ફરી ટ્વિટરને લઈને સોસિયલ મીડિયામાં હોબાળો શરુ થયો છે.
જાણકારી મુજબ જ્યાં હવે ટ્વિટર વેરિફાઈડે તેના દ્વારા કરવામાં આવેલા તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સને અનફોલો કરી દીધા છે, હવે ટ્વિટર વેરિફાઈડ કોઈને ફોલો કરી રહ્યું નથી.ટ્વિટર અગાઉ લગભગ 4 લાખથી વધુ વેરિફાઈડ એકાઉન્ટ્સને ફોલો કરે છે. તે જ સમયે, ટ્વિટર બ્લુ પોલિસી લાવ્યા પછી, કંપનીએ 1 એપ્રિલથી તમામ વેરિફાઇડ એકાઉન્ટ્સ બંધ કરવાની અને તે લોકો માટે બ્લુ ટિક દૂર કરવાની ચેતવણી આપી હતી.
આ બાબતને લઈને ઇલોન મસ્કએ સ્પષ્ટ કર્યું હતું કે જે લોકો પાસે ટ્વિટર બ્લુ મેમ્બરશિપ નથી તેમના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે. પરંતુ હવે જ્યારે ટ્વિટરે બધાને અનફોલો કરી દીધા છે, ત્યારે તે સ્પષ્ટ નથી કે ટ્વિટર વેરિફાઈડ તેમને ફોલો કરી રહ્યું છે કે નહીં.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર કોઈ સેલિબ્રિટી, કોઈ સરકારી સંસ્થા કે જાણીતી હસ્તીઓને જ જ બ્લુ ટિક મળતી હતી. જો કે, હવે મસ્કના સબસ્ક્રિપ્શન પ્લાન હેઠળ, કોઈપણ વ્યક્તિ દર મહિને ચૂકવણી કરીને બ્લુ ટિક લઈ શકે છે.