ટ્વિટર મોડી રાત્રે થોડા સમય માટે અચાનક ડાઉન થઈ ગયું
- ટ્વિટર મોડી રાત્રે અચાનક થયું બંધ
- થોડા સમય માટે બંધ થઈ ગયું હતું
- સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર શુક્રવારે મોડી રાત્રે અચાનક ડાઉન થઈ ગયું, જોકે તે સંપૂર્ણપણે ડાઉન નહોતું થયું. જ્યારે કેટલાક લોકોને ટ્વિટરનો ઉપયોગ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, તો કેટલાક લોકો સરળતાથી ટ્વિટરનો ઉપયોગ કરવામાં સક્ષમ હતા.
ડાઉન ડિટેક્ટર અનુસાર, ભારત અને અમેરિકા સહિત વિશ્વના ઘણા ભાગોમાં ટ્વિટરનું સર્વર લગભગ એક કલાક સુધી ડાઉન હતું.તેની માહિતી સૌપ્રથમ શુક્રવારે રાત્રે 10:30 વાગ્યે આપવામાં આવી હતી.
ટ્વિટરે પાછળથી કહ્યું કે,ટાઈમલાઈનને લોડ થવાથી અને ટ્વીટ્સને પોસ્ટ થવાથી અટકાવતી તકનીકી ભૂલને ઠીક કરવામાં આવી છે.
તાજેતરમાં ટ્વિટરે એક નવું ડાઉનવોટ બટન રજૂ કર્યું છે, જે ક્લિક કરવાથી નારંગી થઈ જાય છે. ટ્વિટરે વૈશ્વિક સ્તરે ડાઉનવોટ સુવિધાને રોલ આઉટ કરવાનું શરૂ કર્યું છે, તેથી તે હવે દરેકને દેખાશે.આ સુવિધા પહેલા યુઝર્સના પસંદગીના જૂથ માટે ઉપલબ્ધ હતી અને હવે વૈશ્વિક દર્શકો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.
કંપનીનું કહેવું છે કે,અત્યાર સુધી આ પ્રાયોગિક ફીચરને પોઝિટીવ રીએક્શન મળ્યું છે અને લોકો આ પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ જોવા માંગે છે તે સમજવામાં કંપનીને મદદ કરી છે. ટ્વિટરે સૌપ્રથમ 2021 માં વેબ યુઝર્સ સાથે ડાઉનવોટ ટ્રાયલ શરૂ કર્યું હતું અને માઇક્રોબ્લોગિંગ સાઇટ હવે તેને iOS અને Android યુઝર્સ માટે પણ રોલ આઉટ કરવાની યોજના બનાવી રહી છે.