ટ્વિટર વાપરવું વધુ મોંઘુ બનશે – ટેક્સ્ટ મેસેજ દ્વારા કરાતા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે પણ પૈસા વસૂલશે ટ્વિટર
- ટ્વિટર માટે ખર્ચવા પડશે વધુ પૈસા
- ટેક્સ્ટ મેસેજ દ્વારા કરાતા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે પણ કરવું પડશે પેમેન્ટ
દિલ્હીઃ જ્યારથી એલન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી ટ્વિટર ચર્ચાનો વિષ્ય બન્યું છે ટ્વિટર લઈને અગાઉ અનેક વિવાદ સર્જાય છે ટ્વિટમાં બ્લૂ ટિક મેળવવા માટે પણ હવે પૈસા ચૂકવવા પડે છે ત્યારે હવે ટ્વિટરના યૂઝર્સ માટે વધુ એક ઝટકો એલન મસ્ક દ્રારા આપવામાં આવ્યો છે.
એલોન મસ્કને વેચાયા બાદ ટ્વિટરના નીતિ-નિયમોમાં ફેરફાર ચાલુ છે. બ્લુ ટિક સેવા શરૂ થયા પછી, ટ્વિટરે હવે કહ્યું છે કે તે ટેક્સ્ટ સંદેશાઓ દ્વારા કરવામાં આવતા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે પણ ચાર્જ વસૂલશે.આ બાબતને લઈને કંપનીએ કહ્યું કે 20 માર્ચથી માત્ર ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ જ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન નો ઉપયોગ કરી શકશે. એટલે કે હવે સામાન્ય યૂઝર્સના ટ્વિટર એકાઉન્ટની સુરક્ષામાં એક સ્તર ઘટાડવામાં આવશે.
હાલમાં, પ્લેટફોર્મ 2FA ની ત્રણ પદ્ધતિઓ પ્રદાન કરે છે, જેમાં ટેક્સ્ટ મેસેજ, ઓથેન્ટિકેશન એપ્લિકેશન્સ અને સિક્યોરિટી કીનો સમાવેશ થાય છે. કંપનીએ વધુમાં નોંધ્યું હતું કે તે બિન-બ્લૂ વપરાશકર્તાઓને “તેના બદલે પ્રમાણીકરણ એપ્લિકેશન અથવા સુરક્ષા કી પદ્ધતિનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે.” આ પદ્ધતિઓ માટે તમારી પાસે પ્રમાણીકરણ પદ્ધતિનો ભૌતિક કબજો હોવો જરૂરી છે અને તમારું એકાઉન્ટ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે તે એક ઉત્તમ રીત છે.
શું છે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન જાણો
ટ્વિટરે તાજેતરમાં જાહેરાત કરી છે કે તેમનું API હવે પેવૉલ રૂટ પર જશે. આ પછી જ, ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સંબંધિત ટ્વિટરનો આ નવો નિર્ણય સામે આવ્યો છે. 2FA સુવિધા ખાતામાં સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરે છે. જ્યારે આ ફીચર ચાલુ હોય ત્યારે એકાઉન્ટમાં લોગીન કરવા માટે પાસવર્ડ સિવાય એક કોડ નાખવો પડે છે. આ સુનિશ્ચિત કરે છે કે કોઈ ઓર તમારા એકાઉન્ટમાં સરળતાથી લોગિન ન કરી શકે.
ટ્વિટરે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે હેકર્સ દ્વારા મોબાઈલ નંબર પર આધારિત ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો દુરુપયોગ થઈ શકે છે, તેથી એકાઉન્ટ્સ માટે SMS દ્વારા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન બંધ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીયછે કે ગયા અઠવાડિયે, ટ્વિટરે પુષ્ટિ કરી હતી કે તે વેબ પર વેરિફિકેશન સાથે તેની બ્લુ સેવા માટે દર મહિને રૂ. 650 અને ભારતમાં Android અને iOS મોબાઇલ ઉપકરણો પર રૂ. 900 ચાર્જ કરશે. ત્યારે હવે આ સુવિધા પણ પણ પૈસા વસુલવામાં આવશે.
tags:
Twitter