Site icon Revoi.in

ટ્વિટર પર હવે જોવા મળશે હવે ‘લાલ રંગ લેબલ’ – જે ભ્રામક માહિતીની આપશે જાણકારી

Social Share

 

ટ્વિટર સુરક્ષાને લઈને તેની માઇક્રો-બ્લોગિંગ સાઇટમાં ઘણા ફેરફાર કરતું રહેતું હોય છે ત્યારે હવે  ટ્વિટરના વપરાશકર્તાઓ  ખોટા અને ભ્રામક ટ્વિટ પર ચેતવણી લેબલ જોઈશે. ટ્વિટર દ્વારા આ પગલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુ અસરકારક અને ઓછું ભ્રામક બનાવવા માટે લેવામાં આવ્યું છે.

આ નવું ચેતવણી ‘લેબલ’ મંગળવારે વિશ્વભરમાં જારી કરવામાં આવી હતું. તેનો હેતુ ખોટી માહિતીની સરળ ઓળખ સુનિશ્ચિત કરવાનો છે. વર્ષ 2020ની યુએસ પ્રમુખપદની ચૂંટણી પહેલા અને પછી ચૂંટણી-સંબંધિત ખોટી માહિતી સામે રક્ષણ આપવા માટે રચાયેલ છે. કંપની જુલાઈથી આ ચેતવણી ‘લેબલ’ પર કામ કરી રહી હતી. લોકો સુધી ભ્રામક માહિતી ફેલાવતા રોકવા માટે પૂરતું કામ ન કરવા બદલ તે ‘લેબલ્સ’ની ટીકા કરવામાં આવી હતી.

નિષ્ણાતોના મતે, આવા ‘લેબલ્સ’ વપરાશકર્તાઓ માટે મદદરૂપ થઈ શકે છે. ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ‘કન્ટેન્ટ મોડરેશન’ના વધુ મુશ્કેલ કાર્યને સરળ બનાવશે. જેમાં  તે નક્કી કરવામાં આવે છે કે ષડયંત્ર, ખોટી ભ્રામક જાણકારી ફેલાવનાર પોસ્ટ, ફોટા અને વિડિયો હટાવવા જોઈએ કે નહીં

.ટ્વિટર માત્ર ત્રણ પ્રકારની ખોટી માહિતી પર જ લેબલ ચિહ્નીત કરી શકે છે જેમ કે જેમાં સચા માહિતીને ફેરફાર કરી રજૂ કરનાર પોસ્ટ, ઓડિયો તથા વીડિયો સાથે થયેલી છેડછાડ,જે વિશઅવ માટે હાનિકારક છે,તથા , ચૂંટણી અથવા મતદાનની ખોટી માહિતી અને કોરોના સંબંધિત ખોટી અને ભ્રામક માહિતી.આ પ્રકારની માહિતીને લેબલ રેખઆંખીત કરે છે.

ખોટી માહિતીને ઓળખવા અથવા ચિહ્નિત કરવા માટે ‘ ઓરેન્જ અને રેડ રંગનો  ‘નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી તેઓ અગાઉના ‘લેબલ’ કરતાં વધુ અસરકારક સાબિત થાય. અગાઉ ‘લેબલ’નો રંગ વાદળી હતો, જે ટ્વિટરના રંગ સાથે મેળ ખાતો હતો. ટ્વિટરે જણાવ્યું હતું કે પ્રયોગો દર્શાવે છે કે જો રંગ ફક્ત આંખને આકર્ષિત કરવાર હોય, તો તે લોકોને વાસ્તવિક ટ્વિટ ઓળખવામાં મદદ કરી શકે છે.