અમદાવાદઃ ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડ કરવાના બનાવો વધતા જાય છે. જેમાં ફ્રોડના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંન્ચે નાઈજિરિયન ગેંન્ગના બે આપરોપીને ઝડપી લીધા છે. દેશમાંથી લીક્વીડ મંગાવવાના બહાને ધંધાકીય વ્યવહાર કેળવી લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવતી હતી. આરોપીઓએ દેશના વિવિધ રાજ્યોમાં વેપારીઓ સાથે રૂપિયા 2.75 કરોડની છેતરપિંડી કરી હોવાનું આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે.
આ કેસની વિગત એવી હતી કે, અમદાવાદમાં એસ.પી. રીંગ રોડ પર રહેતા હિતેષભાઈ પટેલને, આરોપીએ વિદેશના ફોન નંબરથી મેસેજ કર્યો હતો. જેમાં તેમની પોલેંડની કંપની છે.અને ઇંડીયામાં તેઓને મટીરીયલની રીકવાયરમેંટ હોવાથી સંપર્ક કરવા કહ્યું હતું. જેથી ફરિયાદી હિતેષભાઈએ રીટર્ન મેસેજ કરી તેઓને મદદ કરવા જણાવ્યું હતું. જેથી આરોપીએ ફરીથી તે જ નંબર ઉપરથી મેસેજ કર્યો હતો. કે CHEM INTERNATIONAL નામથી પોલેંડમાં એક કંપની ધરાવે છે અને તેઓ ઇંડીયામાંથી “ANIGRA LIQUID EXTRACT” નામનુ મટીરીયલ ખરીદ કરે છે જે મટીરીયલ તેઓને અગાઉ રાજેશ નામના વ્યક્તિ સપ્લાય કરતા હતા પરંતુ તેઓ મૃત્યુ પામ્યા હોવાથી જો તમે આ મટીરીયલ લઈ અમને વેચશો. તો તમને 20 ટકા કમિશન મળશે. ફરીયાદીને આ લીકવીડ વેચવા વાળી કંપનીના કોન્ટેક્ટસ ડિટેઇલ્સ મોકલી હતી. આ ડીટેલને આધારે તેઓ સાથે વાત કરતાં “ANIGRA LIQUID EXTRACT” નામનુ મટીરીયલ એક લીટર રૂ 1.18 લાખમાં આપવાની વાત કરી હતી. જેથી ફરીયાદીએ એક લીટરના 1.18 લાખ આપીને ભારતમાં આવેલા આરોપીઓના એજન્ટ પાસેથી ઉપર મુજબનુ લીક્વીડ મંગાવ્યું હતું અને આ કેમીકલ પોલેન્ડ ખાતે મોકલવા બાબતે જણાવતા વધારે પ્રમાણમાં લીકવીડ કેમીકલ મંગાવવાનું જણાવી ઉપરોક્ત “ANIGRA LIQUID EXTRACT” નામનુ મટીરીયલની ખરીદી કરાવી હતી.ત્યારબાદ ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે 8.18 લાખનું મટીરીટયલ મંગાવી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હતી.
આ છેતરપિંડીની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં કરવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓને શોધી કાઢવા ફરીયાદનો અભ્યાસ કરી ફરીયાદીને કરાયેલા ઇ-મેલ તેમજ મોબાઇલ ફોન નંબરનું ટેકનીકલી એનાલીસિસ કરી તપાસ માટે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરતાં સમગ્ર ષડયંત્ર મહારાષ્ટ્રથી ઓપરેટ થતુ હોવાનુ અને તેને નાઇજીરીયન ગેંગના સભ્યો ઓપરેટ કરતાં હોવાનુ જાણવા મળ્યું હતું.. પોલીસ સ્ટાફની ટીમને મુંબઇ મોકલી વ્યુહાત્મક આયોજન કરી મુંબઇ ખાતેથી ચીનેદુ અનુમોલે, રાકેશ જવાહરલાલ મહાદેવ કશ્યપની અટકાયત કરી હતી.પોલીસને આરોપીઓ પાસેથી 6 નંગ મોબાઇલ તથા જે પ્રવાહી માટે લોકોની સાથે છેતરપીંડી કરતાં હતાં તે પ્રવાહી ભરેલી 7 બોટલો મળી આવી હતી. ગેન્ગના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.