Site icon Revoi.in

અમદાવાદના કૃષ્ણનગરમાં 26 કિલો ચાંદીની લૂંટ કેસમાં બે આરોપી પકડાયા

Social Share

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તાર એવા કૃષ્ણનગરમાં જ્વેલર્સ શોપના કર્મચારીને પાસેથી 26 કિલો ચાંદી ભરેલા થેલાની લૂંટ થઈ હતી. અને મહિલા ચાંદી ભરેલો થેલો ઝૂંટવીને તેના સાગરિત સાથે નાસી ગયાની ફરિયાદ નોંધવામાં આવી હતી.  આ બનાવમાં કૃષ્ણનગર પોલીસે નાકાબંધી કરીને તપાસ હાથ ધરી હતી. રોડ પરના સીસીટીવીના કૂંટેજ પણ મેળવ્યા હતા. દરમિયાન પોલીસે લૂંટ કેસના બે આરોપીને દબોચી લીધા હતા. એક પુરૂષ આરોપીએ મહિલાના વસ્ત્રો પહેરીને પોતે કે તેનો સાગરિત પકડાય નહીં તે માટે કીમીયો રચ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 18 કિલો ચાંદીના દાગીના કબજે કર્યા હતા.

અમદાવાદ શહેરમાં કૃષ્ણનગરમાં જ્વેલર્સ શોપના  કર્મચારી પાસેથી રૂ.23.50 લાખની કિંમતની 26 કિલો ચાંદીના દાગીના ભરેલો થેલો લૂંટી ભાગેલા 2 લુટારુ શખસોની પોલીસે ધરપકડ કરી હતી. જ્વેલર્સ શોપના કર્મચારી, પોલીસને ગેરમાર્ગે દોરવા એક લુટારુએ મહિલાનો વેશ ધારણ કર્યો હતો. પોલીસે બંનેને ઝડપી લઈ રૂ.16.96 લાખની કિંમતની 18 કિલો ચાંદી કબજે કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પાલડીમાં રહેતા વિકેશભાઈ શાહ( ઉ.વ. 43) માણેકચોકમાં દાગીનાનો વેપાર કરે છે. ગઈ તા. 9 ઓકટોબરે તેમના 2 કર્મચારી અભિષેક શાહ અને ભરત પ્રજાપતિ વેપારીઓને દાગીના બતાવવા માટે બે થેલામાં ચાંદીના દાગીના લઈને બપોરે કૃષ્ણનગર સરદારચોક પાસે ઉભા હતા, ત્યારે એક મહિલા તેમની પાસે આવી અને સ્કૂટરમાં પગ પાસે મૂકેલા 2 થેલામાંથી 26 કિલો ચાંદીના દાગીના ભરેલો થેલો લૂંટી તેના સાગરીતના બાઈક પાછળ બેસી બંને ભાગી ગયાં હતાં. આ મામલે પોલીસે આરોપી નીતિન તમાઈચે અને રાકેશ બંગાળીની ધરપકડ કરી હતી. બંને આરોપી સામે માધવપુરા, સરખેજ, રામોલ, વિજાપુર, કડી, મહેસાણા અને નડિયાદમાં ગુના નોંધાયેલા છે.