Site icon Revoi.in

અમદાવાદમાં કરોડોની જીએસટી ચોરી કેસમાં એક એકમના સંચાલક સહિત બેની ધરપકડ

Social Share

અમદાવાદઃ CGST અમદાવાદ દક્ષિણ, કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગે સ્ક્રેપના વેપાર સાથે જોડાયેલા એક એકમ સામે આઠ બિન-અસ્તિત્વ ધરાવતી કંપનીઓ દ્વારા જારી કરાયેલા ઈન્વોઈસના આધારે માલસામાનની વાસ્તવિક રસીદ વિના ITCની છેતરપિંડી અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એકમના પ્રોપરાઈટર જયસુખભાઈ મનુભાઈ મોડાસિયા (ઉ.વ. 46) અને જીજ્ઞેશ મનસુખભાઈ પટેલ (ઉં.વ 39)એ અંદાજે રૂ. 40,76,75,677/-ની ઈનવોઈસીસમાં ઉલ્લેખિત પુરવઠા વગર રૂ.7,33,81,622/-ની ઇનપુટ ટેક્સ ક્રેડિટ રાખવાના મામલે ધરપકડ કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર જયસુખભાઈ મનુભાઈ મોડાસીયા અને જીજ્ઞેશ મનસુખભાઈ પટેલે તેમના અન્ય સહયોગીઓ સાથે મળીને છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ પ્લાન બનાવ્યો અને માલની વાસ્તવિક રસીદ વગર ઈન્વોઈસની રસીદ અને રૂ. 7,15,41,284/- ની ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ઉપયોગ તેમની GST જવાબદારી નિકાલ કરવામાં સક્રિયપણે સામેલ થયા હતા. 

ખરીદી માત્ર કાગળ પર હતી અને ટ્રાન્સપોર્ટરોએ તેમના નિવેદનોમાં પુષ્ટિ કરી છે કે, તેઓએ એકમને કોઈ માલ સપ્લાય કર્યો નથી અને તેમની સંમતિ વિના ઈ-વે બિલ જનરેટ કરવા માટે તેમના વાહન નંબરોનો કપટપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. જયસુખભાઈ મનુભાઈ મોડાસીયા અને જીજ્ઞેશ મનસુખભાઈ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

તેમણે કબૂલાત કરી હતી કે, એકમને આ પેઢીઓ પાસેથી કોઈ માલ મળ્યો નથી અને માત્ર ઈન્વોઈસ મેળવ્યા છે અને આ પેઢીઓ દ્વારા ઈસ્યુ કરાયેલ ઈન્વોઈસના આધારે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવામાં આવી હતી. એકમના જાવક પુરવઠાની GST જવાબદારીને ડિસ્ચાર્જ કરવા માટે વધુ ઉપયોગમાં લેવાય છે. 

જયસુખભાઇ મનુભાઇ મોડાસીયા અને તેમના સહયોગી જીજ્ઞેશ મનસુખભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને અમદાવાદની એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને 6 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર શંકાસ્પદ/બનાવટી નોંધણીઓને શોધવા માટે હાલમાં નકલી GST નોંધણીઓ સામે ઓલ ઈન્ડિયા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. CGST, અમદાવાદ દક્ષિણ કમિશ્નરેટ બિન-અસ્તિત્વ ધરાવતી અને કાલ્પનિક કંપનીઓને સંડોવતા ઈનપુટ ટેક્સ ક્રેડિટના છેતરપિંડી અને ઉપયોગ સાથે સંકળાયેલ એવા સિન્ડિકેટ અને જૂથો પર સક્રિયપણે દેખરેખ રાખે છે જે GSTની મોટી ચોરી તરફ દોરી જાય છે.