- ગાંજાનો જથ્થો સુરતથી લવાયો હતો
- ગાંજો નારોલમાં સપ્લાય કરવાનો હતો
- પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ આરંભી
અમદાવાદઃ ગુજરાતના ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન અમદાવાદના નારોજ પાસેથી એસઓજીએ 10 કિલો ગાંજાનો જથ્થો એસઓજીએ ઝડપી લઈને બે શખ્સોને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચવા અને નશાના કાળા કારોબારને તોડી પાડવા માટે પોલીસે અભિયાન શરુ કર્યું છે. તાજેતરમાં જ અમદાવાદ શહેરના ગીતામંદિર પાસેથી પોલીસે બે કરોડથી વધારેની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી લીધું હતું. દરમિયાન આજે શહેરના નારોલ વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ એસઓજીની ટીમે પેટ્રોલીંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે નારોલ પાસે વોચમાં હતી દરમિયાન શંકાના આધારે બે શખ્સોને અટકાવીને તપાસ કરી હતી. એસઓજીની તપાસમાં બંને શખ્સો પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બંને શખસો પાસેથી 10 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
બંને શખસો ગાંજાનો જથ્થો સુરતથી લઈને અમદાવાદ આવ્યા હતા. એટલું જ નહીં અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં સપ્લાય કરવાનો હતો. જો કે, તે પહેલા જ એસઓજીએ બંને શખસોને ઝડપી લીધા હતા. સમગ્ર ઘટના અંગે એસઓજીએ ગુનો નોંધીને બંનેના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત આરંભી છે.
(Photo-file)