Site icon Revoi.in

મુન્દ્રા તાલુકાના સુખપર ગામની ભૂખી નદીમાં ડૂબી જતાં બે બાળકોના મોત

Social Share

ભૂજઃ કચ્છમાં ચામાસાની સીઝનનો 89 વરસાદ પડી ચૂક્યો છે. વરસાદને કારણે નદી-નાળા અને તાળાવોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં બે અલગ અલગ બનાવમાં બે માસુમ બાળકોના ડુબી જતાં મોતની ઘટના બની હતી, ત્યાં ફરી બે સગીર બાળકોના ભૂખી નદીમાં વરસાદી પાણી ભરાયેલા મોટા ખાડામાં ડૂબી જતાં મોત નિપજ્યા હતા. બન્ને સગીર વયના બાળકો બપોરે ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થયા હતા. તેની બાળકોના વાલીઓ અને ગ્રામજનો દ્વારા શોધખોળ આદરી હતી અને બાળકોના મૃતદેહ  મુન્દ્રા પાસેના સુખપર ગામની ભૂખી નદી પાસેના ખાડામાંથી મળી આવતા શ્રમજીવી પરિવારોમાં આઘાતની લાગણી ફેલાઇ છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, મુદ્રા તાલુકાના સુખપર ગામે બપોરે 3 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળેલા બાળકો પરત ના ફરતા પરિવાર સાથે ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી હતી. સમગ્ર રાત્રિ દરમિયાન હાથ ધરાયેલી શોધ પ્રક્રિયા અંતર્ગત પરોઢે 5 વાગ્યે સુખપરની ભૂખી નદી પાસે રેતી ખનન બાદ સર્જાયેલા મહાકાય ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીમાંથી 13 વર્ષીય આરીફ અનવર સોતાનો પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના સ્થળ પરથી 11 વર્ષીય રજાક ઇબ્રાહિમ જુનેજા નામના બાળકની પાણીમાં શોધ કરતા મોડેથી તેનો પણ મૃતદેહ પાણી અંદરથી મળી આવતા પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

બનાવ અંગે મુન્દ્રા પોલીસે બન્ને બાળકોના મૃતદેહને પોસમોર્ટમ માટે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોએ મુન્દ્રા નજીક ચાલતી બેરોકટોક ખનીજ ચોરી સામે આક્રોશ વ્યક્ત કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. (File photo)

#TragicDrowning | #ChildFatalities | #SandMining | #KutchNews | #MundraIncident | #RiverSafety | #ChildSafety | #AccidentalDeaths | #LocalNews | #CommunityGrief | #EnvironmentalImpact | #RiverPitDanger | #SearchAndRescue | #EmergencyResponse | #KutchDistrict