Site icon Revoi.in

UKમાં રહેતા પોરબંદરના બે બાળકોનો ભારત માટે દેશપ્રેમ, સાયકલ ચલાવીને એકત્ર કર્યુ મોટુ ફંડ

Social Share

દિલ્લી: દેશ પર હાલ જે રીતે કોરોનાવાયરસનું સંકટ આવી પડ્યુ છે તેને લઈને સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા છે. દેશ પર આવેલી આફતને લઈને સરકારની સાથે અન્ય લોકોએ પણ પોતાની રીતે દેશને તથા દેશવાસીઓને મદદ કરી છે. આવામાં બે ભારતીય બાળકો એવા પણ છે કે જે રહે છે યુકેમાં પણ દિલ તેમનુ ભારત માટે ધબકે છે.

પોરબંદર જિલ્લાના અને હાલ યુકે રહેતા બે બાળકોનો વતન પ્રત્યેનો અનોખો પ્રેમ સામે આવ્યો છે. કોરોનાની પરિસ્થિતિમાં પોતાના વતન ભારતને મદદરુપ થવા વિર અને આર્ય દ્વારા પ્રેરણાદાયી કાર્યની શરુઆત કરી છે. આ નાના ભૂલકાઓ રોજના 10 માઈલ સાયકલ પ્રવાસ કરી UKમાંથી ભારત માટે દાન એકઠું કરી રહ્યા છે અને તેઓએ કુલ 2 લાખનુ દાન એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.        હાલ આ બાળકો અત્યાર સુધીમાં 1,61,000/- જેટલી રકમનું દાન તો એકઠું કરી ચુક્યા છે.

માત્રા 10 વર્ષના વિર અને 5 વર્ષના આર્યએ આ પ્રેરણાદાયી કાર્યની શરુઆત પોતાની પોકેટ મની દાન કરી હતી. પોતાના વતન ભારતથી આટલા દુર રહેતા હોવા છતાં પણ જે રીતે આ નાના બાળકોએ પોતાનો વતન પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે અને જે રીતે તેઓ આટલી નાની ઉંમરે આટલો પરિશ્રમ કરી કોરોનાની આ પરિસ્થિતિમાં પોતાના દેશને મદદરૂપ થવા માટે જે કાર્ય કરી રહ્યા છે. તે જોઈને ખરેખર દરેક ભારતીયને ગૌરવની લાગણી થઈ રહી છે.

આ બાબતે આપણે તમામ લોકોએ તેવુ જોયુ હશે કે કેટલાક ભારતીયો એવા પણ છે કે જેઓ વર્ષોથી નોકરી-ધંધા માટે વિદેશમાં રહેતા હશે પણ ત્યાં રહીને પણ પોતાના દેશને શક્ય એટલી મદદ કરી છે. તે વાત કોઈ નકારી શકે નહી, કે ભારતીય ભલે વિશ્વના કોઈ પણ દેશમાં રહે પણ જ્યારે ભારત પર તકલીફ આવે ત્યારે તે હંમેશા આગળ આવીને મદદ કરે છે.