Site icon Revoi.in

સોમનાથ મંદિરમાં આજથી શિવોત્સવ, ચૌપાટી પર બે દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

Social Share

વેરાવળઃ બાર જ્યોતિર્લિગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શિવરાત્રીના તહેવારને અનુલક્ષીને  તારીખ 17 તેમજ 18 ફ્રેબુઆરીના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું યોજાશે.  રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ મંદિર પરિસર ચૌપાટી ગ્રાઉન્ડ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમમાં જુદા-જુદા કલાકારો ભજન, ગરબા, લોકસંગીત, વિવિધ લોકનૃત્યો દ્વારા 225થી વધારે કલાકારો ભગવાન શિવજીની આરાધના કરશે. જેમાં પ્રસિદ્ધ કલાકાર  બ્રીજરાજદાન ગઢવી,  હેમંત જોષી ભક્તો સમક્ષ શિવભક્તીની પ્રસ્તુતી કરશે. આ કાર્યક્રમ લોકો ધરેબેઠા રાત્રે 8-૦૦ કલાકે શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડીયા ડિઝીટલ પ્લેટફોર્મ પરથી નિકાળી શકશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇની દેખરેખમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ તેમજ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, નગર સેવા સદનના સહયોગથી ઉત્સાહભેર મહા શિવરાત્રિ મહોત્સવમાં આવેલા યાત્રીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રિ પર્વે દર્શનાર્થે આવતા ભાવિકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ અપિલ કરવામાં આવી છે કે, કચરો યોગ્ય જગ્યાએ રાખવામાં આવેલી કચરા ટોપલીમાં જ નાંખે અને સ્વચ્છતામાં સહયોગ કરે તે જરૂરી છે.

મહાશિવરાત્રિ મહોત્સવ-2023ને લક્ષ્યમાં લઇ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ વિવિધ પૂજાવિધિ નોંધાવી શકે, પ્રસાદ-લયજ્ઞકીટ-સૌમગંગા-અભિષેક માટે ગંગાજળ મેળવી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલી શિવપૂજાઓનું જેટલું પુણ્ય હોય, તે માત્ર મહાશિવરાત્રિએ શિવપુજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રિએ વધુમાં વધુ પરિવારોને સોમેશ્વર મહાપૂજન કરી શકે તે માટે વિશેષ સ્લોટ શરૂ કરવામાં આવ્યો છે. ધ્વજાપુજન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.