Site icon Revoi.in

દિલ્હીમાં વરસાદે તોડ્યો 13 વર્ષનો રેકોર્ડ- રસ્તાઓ થયા પાણીમાં ગરકાવ, આજે યલો એલર્ટ જારી

Social Share

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિતેલા દિવસને શનિવારના રોજ વરસાદે છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. શુક્રવારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ શનિવારે બપોર સુધી ચાલ્યો હતો. આ કારણે દિલ્હીમાં સવારે 8:30  વાગ્યા સુધી 138.8 મીમી વરસાદ નોંધાયો હતો. 2007 પછી પ્રથમ વખત ઓગસ્ટ મહિનામાં 24 કલાકમાં આટલો વરસાદ નોંધાયો  હોવાનું જાણવા મળ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી દિલ્હીમાં ચોમાસુ સક્રિય રહેશે. તે પછી હવામાન સાફ થતા જોવા મળશે.

આ પહેલા હવામાન વિભાગે શનિવાર માટે મધ્યમ વરસાદની ચેતવણી જારી કરી હતી. ત્યાર બાદ શુક્રવાર અને શનિવારે મધ્યરાત્રિથી દિલ્હીમાં ભારે વરસાદનું આગમન શરૂ થયું હતું. ગાજવીજ અને કડાકા વચ્ચે સવાર સુધી વરસાદ પડ્યો હતો. તે જ સમયે, દિવસ લગભગ સમાપ્ત થયા પછી પણ, અંધકાર રહ્યો હતો. દસ વાગ્યા પછી, જો કે અવિરત વરસાદ અટકી ગયો હતો ,જો કે વચ્ચે વરસાદી ઝાપટા યથાવત જોવા મળ્યા હતા.

રાજધાનીમાં ભારે વરસાદને કારણે વસાહતોની સાથે મુખ્ય રસ્તાઓ પર પણ પાણીમાં ગરકાવ થયા હતા.આઈટીઓ, મિન્ટો બ્રિજ, રિંગ રોડ સહિત દિલ્હીના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ પર દિવસભર પાણી ભરાયા હતા. જેના કારણે વાહનોનો પર અસર પડી હતી. મુખ્ય રસ્તાઓ બ્લોક થયા ટ્રાફીકની સમસ્યા પણ વધી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે 8:30 સુધી સત્તાવાર પ્રમાણભૂત કેન્દ્ર સફદરજંગમાં 138.8 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સાંજે 5.30 વાગ્યા સુધી 4.7 મીમી વરસાદ પડ્યો હતો. બે પ્રમાણભૂત કેન્દ્રો પર સવારે 8.30 વાગ્યે દિલ્હીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

આ સાથે જ રિજ સ્ટાન્ડર્ડ સેન્ટરમાં 149.2 મીમી અને લોદી રોડ પર 149 મીમી વરસાદ નોંધાયો હતો. તેની અસર તાપમાન પર પણ પડી હતી. શનિવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 32.6 ડિગ્રી સેલ્સિયસ નીચે અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી નીચે 23.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.