Site icon Revoi.in

પાટણ: ટેન્કરમાંથી 18000 લિટર બાયોડિઝલ પકડાયું, બે લોકોની અટકાયત

Social Share

પાટણ: પાટણ એલસીબી પોલીસે પિપરાળા ચેક પોસ્ટ નજીકથી શંકાસ્પદ ડિઝલનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું હતું. મુન્દ્રાથી રાજસ્થાન તરફ શંકાસ્પદ બાયોડીઝલની હેરફેર થતી હોવાની એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

રાત્રિના અઢી વાગ્યાની આસપાસ ટેન્કર આવતા તેની તપાસ કરાઈ હતી. જે ટેન્કરમાં 10,58,358ની કિંમતનો શંકાસ્પદ 18,967 લિટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બાયોડીઝલનો જથ્થો તેમજ 15,00,000 ર્કમતનું ટેન્કર મળી કુલ 25,58,358 નો મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, એક બાજુ પેટ્રોલ – ડીઝલની અછત જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ પોલીસે મોટા પ્રમાણમાં શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

જો કે બાયોડિઝલ એટલે કે વનસ્પતિના તેલ ડીઝલને સ્થાને વપરાય તેને બાયોડીઝલ કહે છે. બાયો એટલે સજીવને લગતું. વનસ્પતિ સજીવ છે તેના તેલ બળે ત્યારે ઓછું પ્રદૂષણ કરે છે. થોડા પ્રમાણમાં ડીઝલ સાથે તે મેળવવાથી ઓછું પ્રદૂષણ થાય છે. સૂર્યમુખી, સોયાબીન, કપાસિયા વગેરેના તેલમાંથી બાયોડીઝલ બને છે. બાયો ડીઝલમાં વધુ પ્રમાણ ડીઝલનું હોય છે. વનસ્પતિ તેલનું પ્રમાણ ૧૫ થી ૨૦ ટકા જ હોય છે.