દિલ્હી:અફઘાનિસ્તાનમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.18 મિનિટની અંદર બે વાર ધરતી ધ્રુજી હતી.પ્રથમ વખત તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.7 માપવામાં આવી હતી, જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા પાંચ માપવામાં આવી હતી.
અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં સવારે 6:07 અને 6:25 કલાકે ભૂકંપ આવ્યો હતો.પ્રથમ આંચકાનું કેન્દ્ર જમીનથી 113 કિમી અને બીજા આંચકાનું કેન્દ્ર 150 કિમી ઊંડે હતું.આ સિવાય તાજિકિસ્તાનના મુર્ગોબથી 67 કિમી પશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ પણ આવ્યો હતો.
આ પહેલા 6 ફેબ્રુઆરીએ તુર્કી અને પડોશી સીરિયામાં શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 માપવામાં આવી હતી.એકાદ-બે દિવસ બાદ પણ અનેક વખત હળવા આંચકા અનુભવાયા હતા.શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 41,000ને વટાવી ગયો છે.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.