કોલકાતા એરપોર્ટ પર બે વિદેશી નાગરિકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા,આઈસોલેટ કરાયા
લખનઉ:ઉત્તર પ્રદેશ, બિહાર બાદ હવે છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળમાં વિદેશથી આવેલા બે દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.આ બંને મુસાફરો કોલકાતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.અહીં કોરોના ટેસ્ટિંગમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ પછી બંનેને આઈસોલેટ કરી દેવામાં આવ્યા હતા.જ્યાં તેની સારવાર ચાલી રહી છે.આ પહેલા યુપીના આગ્રામાં વિદેશથી આવતા એક દર્દી અને ગયામાં વિદેશથી આવતા ચાર દર્દી કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે,મહિલા મુસાફર બ્રિટનની રહેવાસી છે અને મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી એર એશિયાની ફ્લાઈટ દ્વારા કોલકાતા પહોંચી હતી.અહીં તે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવી છે.આ પછી મહિલાને બેલગાતા હોસ્પિટલમાં આઈસોલેટ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.એટલું જ નહીં, દુબઈનો એક મુસાફર પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.આ મુસાફર રવિવારે રાત્રે કોલકાતા પહોંચ્યો હતો.જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પહેલા ગયા એરપોર્ટ પર 4 મુસાફરો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.આ 4 મુસાફરોમાંથી 3 ઈંગ્લેન્ડના અને 1 મ્યાનમારનો છે.કોરોનાના ચાર કેસ આવ્યા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે.