મહેસાણાઃ જિલ્લાના ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જ્યારે ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં માતાજીના મંદિર ખાતે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. ત્યારે વિજળી પડતા મંદિરની બહાર બેઠેલા બે ફેરિયાઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. તો એક ફેરિયો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઊંઝા તાલુકાના ઉપેરા ગામમાં વિજળી પડતા બે વ્યક્તિના મોત થયા હતા. ઉપેરા ગામે મંદિરની ઊજવણીમાં ગ્રામજનો એકત્ર થયા હતા. તે દરમિયાન વીજળી પડવાની ઘટના હતી. ઉપેરા ગામે મંદિર બહાર રમકડાં વેચવા આવેલા ત્રણ ફેરિયા પર વીજળી પડી હતી. જેમાંથી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. રાજ્યમાં 4 દિવસ પહેલા ગાંધીનગરમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જુના સચિવાલય બ્લોક નંબર 11 પાસે આજે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયુ હતું. જે વ્યક્તિનું મોત થયું હતું. તે જિલ્લા પંચાયતમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા. આ વ્યક્તિ રિસેસના સમયે ચા-નાસ્તો કરીને પોતાની ફરજ પર પાછા જઈ રહ્યા. તેઓ એક લીમડાના ઝાડ નજીકથી પસાર થઈ રહ્યા ત્યારે અચાનક વીજળી પડતા તેઓનું મોત થયું હતું. રાજ્યમાં હાલ ચોમાસાની સિસ્ટમ સક્રિય છે ત્યારે કડકા ભડાકા સાથે અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. વાદળોના ઘર્ષણ થવાથી પડતી વીજળી કારણે રાજ્યમાં માં છેલ્લા અઠવાડિયામાં 4 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે.