ચેન્નઈઃ- દેશભરના રાજ્યોમાં હવે પોલીસ સતર્ક બની છે ગુનેગારો સામે લતત કાર્યવાહી કરતી આવી છે ત્યારે હવે તમિલનાડુના ચેન્નઈમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે જેમાં બે હિસ્ટ્રી શૂટર્સને ઠાર કરવામાં આવ્યા છે.
પ્તાપ્ત વિગત પ્રમાણે મિલનાડુના ચેન્નાઈની સીમમાં આવેલા ગુડુવનચેરીમાં કેટલાક લોકોએ પોલીસ અધિકારીઓ પર સિકલ વડે હુમલો કર્યો હતો ત્યાર બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી અને એન્કાઉન્ટર શરૂ થયું અને જેમાં 2 હિસ્ટ્રીશીટર માર્યા ગયા.
આ બાબતને લઈને તાંબરમ પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે સવારે લગભગ 3 વાગ્યેને 30 મિનિટે વાગ્યે એન્કાઉન્ટરમાં બે હિસ્ટ્રીશીટર માર્યા ગયા હતા.તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં વાહન ચેકિંગ દરમિયાન બદમાશો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. ચેકિંગ દરમિયાન બદમાશોએ પોલીસ પર હુમલો કર્યો, જેના જવાબમાં પોલીસે બંને બદમાશોને ઠાર મારાયા હતા.
ચેન્નાઈ પોલીસના જણાવ્યા પ્રમાણે, “એસઆઈ તેમના માથા પરના જીવલેણ ફટકાથી બચવામાં સફળ થયા અને એક બદમાશ પર ગોળીબાર કર્યો, જ્યારે પોલીસ ઈન્સ્પેક્ટર મુરુગેસન, જે વાહનોની તપાસ કરી રહેલી ટીમનો ભાગ હતા તેમણે તેમના સાથીદારને ગોળી મારી દીધી તેઓ મદદ કરવા દોડ્યા અને બીજા બદમાશ પર ગોળીબાર કર્યો.
SI પર હુમલાખોરો બંને ઘાયલોને ચેંગલપટ્ટુ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. મૃતકોની ઓળખ એસ વિનુદ ઉર્ફે છોટા વિનુદ અને એસ રમેશ તરીકે થઈ છે. બંને હિસ્ટ્રીશીટર છે. વિનોદ વિરુદ્ધ 50 અને રમેશ વિરુદ્ધ 20થી વધુ કેસ પેન્ડિંગ છે. પોલીસે જણાવ્યું કે તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણીનો સમાવેશ થાય છે.