અમદાવાદઃ શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ભેદી સંજોગોમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. બ્લાસ્ટના કારણે સોસાયટીના બે મકાન ધરાશાયી થયા હતા. આ બનાવમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. ગેસ સિલિન્ટર ફાટતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાણીપ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં વહેલી સવાલે ભેદી બ્લાસ્ટ થયો હતો. જેથી સૂઈ ગયેલા લોકો જાગી ગયા હતા. બ્લાસ્ટમાં સોસાયટીના બે મકાનો ધરાશાયી થયા હતા. બ્લાસ્ટના અવાજથી જાગી ગયેલા સોસાયટીના રહીશો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી આરંભી હતી.
આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. આ બનાવમાં ભાવનાબેન પટેલ નામના 55 વર્ષિય મહિલાનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી. સોસાયટીમાં કંઈ રીતે બ્લાસ્ટ થયો તેનું કારણ જાણવા ફાયરબ્રિગેડે તપાસ આરંભી છે.