- વિજય નહેરા અને મનીષ બારદ્વાજન દિલ્હી જશે
- વિજય નેહરા વર્ષ 2001ની બેચના આઈએએસ ઓફિસર
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અધિકારીઓની બઢતી અને બદલીનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન ગુજરાત કેડરના વધુ બે અધિકારીઓ દિલ્હી જશે. આઈએસએસ અધિકારી વિજય નહેરા અને મનીષ બારદ્વાજના બદલીના કેન્દ્ર સરકારના આદેશ બાદ દિલ્હી જશે. IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે, જ્યારે મનીષ ભારદ્વાજને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમાયા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વિજય નેહરા વર્ષ 2001ની બેચના આઈએએસ ઓફિસર છે, જ્યારે મનીષ ભારદ્વાજ વર્ષ 1997 બેંચના અધિકારી છે. દરમિયાન તાજેતરમાં જ 1997ની બેચના મહિલા IAS ઓફિસર સોનલ મિશ્રાને ડેપ્યુટેશન પર દિલ્હી સ્થિત મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારબાદથી સોનલ મિશ્રાના પતિ અને નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજને પણ ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે હવે IAS મનીષ ભારદ્વાજને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટ તરીકે નિયુક્ત કરાયા છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી અધિકારીઓ અને બદલીનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા જ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. વિજય નહેરા અમદાવાદ શહેરમાં મ્યુનિકમિશનર તરીકે સેવા આપી ચુક્યાં છે. એટલું જ નહીં તેમણે વિવિધ શહેરોમાં મહત્વની જવાબદારી નિભાવી છે. હવે તેઓ દિલ્હીમાં સરકારમાં મહત્વની જવાબદારી નિભાવશે.