Site icon Revoi.in

કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ઓડિશા સરકારના બે મહત્વપૂર્ણ નિર્ણયો

Social Share

કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ઓડિશા સરકારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. પ્રથમ આદેશમાં રાજ્ય સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે,વિવિધ કેડરના ડેન્ટલ સર્જન,પીજી ડોકટરો,પોસ્ટ પીજી ડોકટરો,ઇન્ટર્ન અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓથી સંબંધિત તમામ ડોકટરોને અસ્થાયીરૂપે કોવિડ કેર સેંટર્સમાં તૈનાતી માટે સ્ટેટ પુલમાં લાવવામાં આવશે.

આમાં OHMS કેડર,OMES કેડર,આયુષ,ડેન્ટલ સર્જનો,તમામ પીજી ડોકટરો,પોસ્ટ પીજી ડોકટરો,ઇન્ટર્ન,અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ,નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફને અસ્થાયી રૂપથી આ પૂલ હેઠળ રાખવામાં આવ્યા છે. સરકાર વતી કહેવામાં આવ્યું છે કે, મહામારીને કંટ્રોલ કરવા માટે સારા મેનેજમેંટમાં આ તમામને લગાવવામાં આવશે.

આ સિવાય રાજ્ય સરકારે બીજા આદેશમાં કોવિડ દર્દીઓની વધુ સારી સારવાર માટે વધતી ઓક્સિજનની જરૂરિયાતોને પહોંચી વળવા તબીબી ઓક્સિજન સિલિન્ડરોને તમામ આરોગ્ય સંસ્થાઓમાં રિફિલિંગ કરવાની ફ્રિકવન્સી વધારવાનો આદેશ પણ આપ્યો છે. આદેશ મુજબ રિફિલિંગ સેન્ટરોથી સિલિન્ડરો વહન કરવામાં વાહનોની સંખ્યામાં વધારો થવો જોઈએ. ઓછામાં ઓછું એક વાહન રીઝર્વ તરીકે ઉપલબ્ધ હોવું આવશ્યક છે. આ વાહનો જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ હોવા જોઈએ.

રાજ્ય સરકારે આંકડા જાહેર કરતી વખતે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં ઓડિશામાં 12 હજાર 238 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ વધીને 5,12,400 થયા છે. છેલ્લા 24 કલાકમાં 6854 દર્દીઓ રીકવર પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,23,257 દર્દીઓ સાજા થયા છે.