Site icon Revoi.in

ખંભાળિયાના કેશોદ અને અમરેલીના મોટા માણસામાં ડૂબી જવાના બે બનાવો, ચાર બાળકોના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સારા વરસાદને કારણે નદી અને તળાવો ભરાયેલા છે. ત્યારે નહાવા જતાં ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ડૂબી જવાના બે બમનાવોમાં ચાર બાળકોના મોત નિપજ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે તળાવમાં નહાવા પડેલા એક જ પરિવારના માસુમ ભાઈ-બહેનના ડૂબી જતા મોત નિપજ્યા હતા. જ્યારે બીજો બનાવ અમરેલીના મોટા માણસા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જતાં મોત નિપજ્યા હતા.

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામમાં ડૂબી જવાથી માસુમ ભાઈ-બહેનનું મોત નીપજ્યું હતા. એક જ પરિવારના બે બાળકોના એક સાથે મોત થતાં ગમગીની વ્યાપી ગઈ હતી. જેમાં 8 અને 10 વર્ષના ભાઈ-બહેન રમતા-રમતા તળાવમાં ડૂબી ગયા હતા. નદી પાસે આવેલા તળાવના ખાડામાં ન્હાવા જતા બંને ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

ડુબી જતાં મોતનો બીજો બનાવ અમરેલી જિલ્લાના મોટા માણસા ગામમાં બન્યો હતો. મોટા માણસા ગામના તળાવમાં બે બાળકો ડૂબી ગયા હતા. તળાવમાં નહાવા પડેલા બંને બાળકોના ડૂબી જતા મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે બંને બાળકોના મૃતદેહને સ્થાનિક તરવૈયાની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. અમરેલીના  માણસા ગામમાં આવેલા ગોવિંદસાગર તળાવમાં બંને બાળકો ન્હાવા પડ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં બંને બાળકો માલ-ઢોર ચરાવવા ગયા હતા ત્યારે ન્હાવા પડ્યા હતા અને આ દુર્ઘટના બની હતી.