1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે બે ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરાશે, લાંબા રૂટ્સની ટ્રેનો માટે પણ માગ ઊઠી
ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે  બે ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરાશે, લાંબા રૂટ્સની ટ્રેનો માટે પણ માગ ઊઠી

ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે બે ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરાશે, લાંબા રૂટ્સની ટ્રેનો માટે પણ માગ ઊઠી

0
Social Share

ભાવનગરઃ બોટાદ- ગાંધીગ્રામ અમદાવાદ વચ્ચે મીટર ગેજ લાઈનનું બ્રોડગેજનું રૂપાંતર કરાયા બાદ હાલ બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ભાવનગરથી અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર વાયા સુરેન્દ્રનગર વિરમગામથી ચલાવવામાં આવી રહ્યો છે. જો ભાવનગરથી ટ્રેન વ્યવહાર બોટાદ, ધંધુકા થઈને દોડાવવામાં આવે તો ઓછા સમયમાં ભાવનગરથી અમદાવાદ પહોંચી શકાય છે. પ્રવાસીઓની પણ ગાંધીગ્રામ-ભાવનગર વચ્ચે ટ્રેન વ્યવહાર શરૂ કરવાની માગ ઊઠી છે ત્યારે ભાવનગરના રેલવે ડિવિઝને ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે બે ઈન્ટરસિટી ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે ડિવિઝન તળેના બોટાદ-ગાંધીગ્રામ (અમદાવાદ)વચ્ચે મીટરગેજમાંથી બ્રોડગેજ લાઇન પરિવર્તિત કરવામાં આવ્યા બાદ બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે દૈનિક બે લોકલ ટ્રેન ફાળવવામાં આવી હતી. પરંતુ ભાવનગરનો ઉલ્લેખ કરાયો ન હતો. હવે ભાવનગર-ગાંધીગ્રામ (અમદાવાદ) વચ્ચે દૈનિક બે ટ્રેન ચલાવવાની દરખાસ્ત મોકલવામાં આવી છે. ભાવનગરથી વહેલી સવારે 5 વાગે ટ્રેન ઉપડી અને ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, ગાંધીગ્રામ સવારે 10 કલાકે પહોંચી શકે. બીજી ટ્રિપ ભાવનગરથી સાંજે 4.30 કલાકે ઉપડી અને 9.30 કલાકે અમદાવાદ પહોંચી જાય તેવી દરખાસ્ત છે. ગાંધીગ્રામ (અમદાવાદ)થી સવારે 7 વાગે ઉપડી અને ભાવનગર 11.30 કલાકે પહોંચે તે રીતે, અને બીજી ટ્રિપ સાંજે 6.15 કલાકે ઉપડી અને રાત્રે 11.30 કલાકે ભાવનગર પહોંચી શકે તેવી દરખાસ્ત છે.

ભાવનગર-બોટાદ-ગાંધીગ્રામ (અમદાવાદ)ની દૈનિક બે ટ્રિપની દરખાસ્ત કરવામાં આવી છે. તેમાં વહેલી સવારે 5 વાગે ભાવનગરથી ટ્રેન ઉપડવાની દરખાસ્ત છે. ભાવનગરના દૂર દૂરના વિસ્તારોમાં રહેતા લોકોએ 5 વાગ્યાની ટ્રેન પકડવા માટે 4 વાગે ઘરેથી નિકળવું પડે, અને તેના માટે 3 વાગ્યે જાગી અને તૈયારીઓ કરવી પડે. વળી આ ટ્રેન અમદાવાદ પહોંચવામાં 5 કલાકનો સમય લઇ શકે છે. તેથી સવારે 6 વાગે ટ્રેન ઉપડવાનો સમય રાખવાની દરખાસ્ત અને ટ્રેન આપવામાં આવે તો જ મુસાફરોને ફાયદો થઇ શકે છે. આ ઉપરાંત ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોને પણ બોટાદ-ધંધુકાના રૂટ્સ પર દોડાવવાની માગ ઊઠી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code